- પાણી લાવવા માટે વર્ષોથી મોટી સમસ્યા
- ડીસા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 42 ટેન્કરોની ફાળવણી
- ધારાસભ્યની પાંચ કરોડ ગ્રાન્ટમાંથી ફાળવણી કરાઈ
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી પાણીની મોટી સમસ્યા જોવા મળે છે. પરંતુ નર્મદા નહેર ચારથી બનાસકાંઠા જિલ્લામાં આવી છે. ત્યારથી પાણીની સમસ્યા મોટાભાગે દૂર થાય છે બનાસકાંઠા જિલ્લાના આજે પણ એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં વર્ષો થી પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ ડેમો આધારિત પાણી આપવામાં આવે છે. ત્યારે ડીસા શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સારા અને દુઃખના પ્રસંગે લોકોને પાણી લાવવા માટે મોટી સમસ્યા પડતી હતી. ગામમાં અને શહેરમાં વસતા લોકોને પોતાના ઘરઆંગણે પ્રસંગ પરથી દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડતું હોય છે. જેના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.
ડીસા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 42 ટેન્કરોની ફાળવણી
વર્ષોથી ડીસા શહેર અને તાલુકામાં પાણી લાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તે ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ટેન્કરની ફાળવણી કરવામાં આવે જેનાથી લોકોને દૂર સુધી પાણી ભરવામાં રાહત મળી શકે છે. જે અંતર્ગત આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા એટીવીટી અને ધારાસભ્યને 5 કરોડની ગ્રાન્ટમાંથી ૪૨ ટેન્કરો શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ફાળવવામાં આવ્યા હતાં. આ ટેન્કર ડીસા નગરપાલિકા હદ વિસ્તાર અને ડીસા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ફાળવણી કરવામાં આવી હતી. આજે ડીસાના તમામ 42 ટેન્કરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી લોકોને પાણી લાવવા માટે મુશ્કેલી પડતી હતી હવે તમામ વિસ્તારોમાં ટેન્કર આવી પહોંચતાં લોકોની સમસ્યા દૂર થઈ છે.
ટેન્કરો મારફતે લોકોની સમસ્યા થશે દૂર
ડીસા શહેરી વિસ્તારમાં એક લાખ વસતી ધરાવે છે અને ગ્રામીણ વિસ્તાર 1.50 લાખ વસ્તી ધરાવે છે. આ તમામ લોકોને છેલ્લા ઘણા વર્ષોથી કોઇ શુભ અને દુઃખના પ્રસંગમાં પાણી લાવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. જેના કારણે વર્ષોથી આ લોકો મોટી સમસ્યાનો સામનો કરતા હતાં. આ તમામ ગામોમાં સમયસર પાણી મળી રહે તે હેતુથી 42 ટેન્કર આપવામાં આવ્યાં હતાં જેનાથી લોકોની વર્ષો જૂની સમસ્યા દૂર થઈ છે. ડીસા તાલુકાની તમામ પ્રજાએ આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો.