ETV Bharat / state

પાલનપુરના ખોડલા ગામના શહિદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ - news of banaskantha

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર તાલુકાનું ખોડલા ગામ ચોધાર આંસુએ રડી રહ્યું છે. ગામનો યુવાન સરદારભાઈ બોકા BSFમાં ફરજ બજાવતા શહીદ થયો છે. જેને પગલે ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. ગુરૂવારે BSFના જવાનો દ્વારા શહીદ જવાનને માનભેર ગાર્ડ ઓફ ઓનર આપી તેમની અંતિમ વિદાય આપવામાં આવી છે.

ETV BHARAT
પાલનપુર
author img

By

Published : Jan 2, 2020, 8:42 PM IST

પાલનપુર તાલુકાના ખોડલા ગામના વતની સરદારભાઈ બોકા છેલ્લા પાંચ વર્ષથી ગુવાહાટી ખાતે BSFમાં ફરજ બજાવતા હતા. પોતાની હક રજા પૂર્ણ કરી ગુવાહાટી પરત ફરી ફરજ પર હાજર થયા હતા. જે બાદ તેઓ ફરજ સ્થળ પર જવા માટે કામાખ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ફરજ દરમિયાન અકસ્માતે તેમનું મોત થતા તેમના મૃતદેહને માનભેર વતન લાવવામાં આવ્યો હતો. ગામના દીકરાનું અકાળે અવસાન થતા ગામ હિબકે ચડયું હતું. લોકો સરદારભાઈ બોકની યાદમાં ચોધાર આંસુએ રડી રહ્યા હતા. BSFના જવાનો દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

પાલનપુરના ખોડલા ગામના શહિદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

શહિદ જવાનની અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. પરંતુ સૌથી મહત્વની બાબત એ હતી કે, કોઈ ઉચ્ચ અધિકારી હતા કે, ન કોઇ નેતા સ્થાનિક ધારાસભ્યથી લઇ સંસદસભ્ય સુધીના આગેવાનો આ સમગ્ર દુઃખની ઘડીમાં ક્યાંય દેખાયા ન હતા. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ દેખાઈ રહ્યો હતો.

Intro:એપ્રુવલ..બાય..કલ્પેશ સર

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.02 01 2020

સ્લગ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના વીર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

એન્કર :-બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા નું ખોડલા ગામ આજે ચોધાર આંસુએ રડી રહ્યું છે કારણ છે, ગામનો યુવાન સરદારભાઈ બોકા બીએસએફ માં ફરજ બજાવતા શહીદ થયો છે. જેને પગલે ગામમાં શોકનો માહોલ છે. આજે બીએસએફના જવાનો દ્વારા શહીદ સરદારભાઈ બોકાને માનભેર ગાર્ડ ઓફ ઓનર આપી તેમની અંતિમ વિદાય આપવામાં આવી.

Body:વી.ઓ...પાલનપુર તાલુકાના ખોડલા ગામના વતની સરદારભાઈ બોકા છેલ્લા પાંચ વર્ષથી ગુવાહાટી ખાતે બીએસએફ માં ફરજ બજાવતા હતા. સરદારભાઈ બોકા પોતાની હક રજા પૂર્ણ કરી ગુવાહાટી પરત ફરી ફરજ પર હાજર થયા હતા. જે બાદ તેઓ ફરજ સ્થળ પર જવા માટે કામાખ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ચાલુ ફરજ દરમ્યાન અકસ્માતે તેમનું મોત થતા તેમના મૃતદેહને આજે માનભેર વતન ખાતે લાવવામાં આવ્યો હતો. ગામ ના દીકરાનું અકાળે અવસાન થતા ગામ હિબકે ચડયું હતું. લોકો સરદારભાઈ બોકની યાદમાં ચોધાર આંસુએ રડી રહ્યા હતા. બીએસએફના જવાનો દ્વારા શહીદ સરદારભાઈ બોકાને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

બાઈટ :- લલનકુમાર
(અધિકારી, BSF)

બાઈટ :- રાજુભાઈ લોહ
(સરપંચ, ખોડલા ગ્રામપંચાયત)

Conclusion:વી.ઓ...સરદારભાઈ બુકાની અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. પરંતુ સૌથી મહત્વની બાબત એ હતી કે શહીદની અંતિમયાત્રામાં ન તો કોઈ ઉચ્ચ અધિકારી હતા કે ન કોઇ નેતા. સ્થાનિક ધારાસભ્ય થી લઇ સંસદસભ્ય સુધીના આગેવાનો આ સમગ્ર દુઃખની ઘડીમાં ક્યાંય દેખાયા ન હતા. જેને પગલે સ્થાનિક લોકોમાં રોજ પણ દેખાઈ રહ્યો હતો.

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.