ETV Bharat / state

ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું - Gujarati news

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા તાલુકા ખાતે હિન્દુઓની આસ્થાના પ્રતિક સમી ગંગા અવિરલ અને નિર્મલ રીતે વહેતી થાય તે માટે સ્વામી આત્મબોધાનંદજી દ્વારા છેલ્લા 169 દિવસથી ચાલી રહેલા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. જેના સમર્થનમાં ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 6:36 PM IST

પવિત્ર નદી ગંગામાં દિવસેને દિવસે ગંદકી કરવામાં આવી રહી છે, ત્યારે હિન્દુ ધર્મના સંતો નિરંતર ગંગા નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સનાતન ધર્મના આસ્થાના પ્રતિક સમા ગંગા, ગીતા, ગાય, ગાયત્રી અને ગોવિંદ પર પ્રહારો થઈ રહ્યા છે. જેમાંનો એક પ્રહાર ગંગા નદીને અશુદ્ધ કરી તેની ઉપર થઈ રહ્યો છે. ગંગા નદીના શુદ્ધિકરણની વાતો થાય છે, ત્યારે સરકાર માત્ર ઘાટોની સફાઈ કરે છે. પરંતુ પવિત્ર ગંગાને અવિરલ અને નિર્મલ વહેતી કરવા કોઈ કાર્ય થતું નથી.

ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું

ગંગાને નિર્મલ રીતે વહેતી કરવા સ્વામી આત્મબોધાનંદજી દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. તેના 111 દિવસ બાદ સરકાર દ્વારા તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે તેમના શિષ્ય દ્વારા પણ ઋષિકેશ ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરાયા હતા. આ ઉપવાસને આજે 169 દિવસ થયા છે, પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. જેથી તેમના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ 1 દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે ગંગા એકટ 2012 લાગુ કરવા સરકારને આહ્વાન કર્યું હતું.

Intro:એન્કર
હિન્દુઓની આસ્થાના પ્રતીક સમી ગંગા અવિરલ અને નિર્મલ રીતે વહેતી થાય તે માટે સ્વામી આત્મબોધાનંદજી દ્વારા છેલ્લા 169 દિવસથી ચાલી રહેલા ઉપવાસના સમર્થનમાં ડીસા ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પણ પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું અને ગંગા એકટ 2012 લાગુ કરવા સરકારને આહ્વાન કર્યું હતું.

Body:વી.ઓ.
પવિત્ર નદી ગંગામા દિવસેને દિવસે ગંદકી કરવામાં આવી રહી છે ત્યારે હિન્દુ ધર્મના સંતો નિરંતર ગંગા નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માંગ કરી રહ્યા છે.છેલ્લા કેટલાય સમયથી સનાતન ધર્મના આસ્થાના પ્રતિક સમા ગંગા,ગીતા, ગાય,ગાયત્રી અને ગોવિંદ ઉપર પ્રહારો થઈ રહ્યા છે. જેમાંનો એક પ્રહાર ગંગા નદીને અશુદ્ધ કરી તેની ઉપર થઈ રહ્યો છે.ગંગા નદીના શુદ્ધિકરણ ની વાતો થાય છે ત્યારે સરકાર માત્ર ઘાટો ની સફાઈ કરે છે પરંતુ પવિત્ર ગંગાને અવિરલ અને નિર્મલ રીતે રહેતી કરવા કોઈ કાર્ય થયું નથી. ત્યારે ગંગાને નિર્મલ રીતે વહેતી કરવા સ્વામી સાનંદ દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરાયુ હતું. પરંતુ 111 દિવસ બાદ સરકાર દ્વારા તેઓની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે તેમના શિષ્ય સ્વામી આત્મબોધાનંદજી દ્વારા પણ રૂષિકેશ ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરાયા હતા. જેને આજે 169 દિવસ થયા છે પરંતુ સરકારના પેટનું પાણી હાલતું નથી. ત્યારે તેમના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ એક દિવસના પ્રતિક ઉપવાસ નો કાર્યક્રમ યોજાયો હતો.

Conclusion:બાઈટ...શાસ્ત્રી કિશોરભાઈ દવે,પ્રમુખ ,હિન્દૂ હિત રક્ષા સમિતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.