ETV Bharat / state

Farmers Protest In Banaskantha: અપૂરતી વીજળીના મુદ્દે ડીસામાં ખેડૂતોના ધરણા, પોલીસે ખેડૂતોની કરી અટકાયત - બનાસકાંઠામાં વીજ પુરવઠો

પુરતી વીજળી ન મળવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રોષ (Farmers Protest In Banaskantha) જોવા મળી રહ્યો છે. ડીસા ખાતે ખેડૂતોએ 8 કલાક વીજળી ન મળવાના મુદ્દે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ધરણામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. જો કે ધરણા કરવાની મંજૂરી ન હોવાના કારણે પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી.

Farmers Protest In Banaskantha: અપૂરતી વીજળીના મુદ્દે ડીસામાં ખેડૂતોના ધરણા, પોલીસે ખેડૂતોની કરી અટકાયત

author img

By

Published : Mar 28, 2022, 7:34 PM IST

ડીસા: બનાસકાંઠા જિલ્લામાં વીજળીના પ્રશ્નને લઈ ખેડૂતો હવે મેદાનમાં ઉતરી (Farmers Protest In Banaskantha) પડ્યા છે. આજે ડીસા ખાતે ખેડૂતોએ વીજળીના પ્રશ્નને લઈ ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી (ugvcl deesa division) ખાતે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. પોલીસે ધરણાની મંજૂરી ન આપી હોવા છતાં ધરણા કરવા વીજ કંપનીની કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

8 કલાક વીજળી આપવા માંગ- તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો (farmers in banaskantha)ને 8 કલાકની વીજળીની જગ્યાએ વીજળી (power supply in banaskantha) ઓછી કરી દેતા ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ અનેક કાર્યક્રમો કર્યા છે. ખાસ કરીને સરકાર તાત્કાલિક બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને 8 કલાક વીજળી (electricity for agriculture in banaskatha) આપે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ઉગ્ર આંદોલન તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચો: Irregularities in PSI exams: લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉઘરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

દિયોદરમાં વેપારીઓએ ખેડૂતોને આપ્યું સમર્થન- દિયોદરમાં પણ ખેડૂતોની માંગણીને લઇ વેપારીઓએ તેમને સમર્થન આપ્યું હતું અને એક દિવસ માટે દિયોદરના વેપારીઓએ ખેડૂતોના સમર્થનમાં તમામ ધંધા-રોજગાર બંધ કરી દીધા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો 8 કલાકની વીજળી માટે ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છે.

વેપારીઓએ ખેડૂતોના સમર્થનમાં તમામ ધંધા-રોજગાર બંધ કરી દીધા હતા.

ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ધરણામાં જોડાયા- ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજળી આપવામાં આવતી ન હોવાથી ખેડૂતોને વાવેતર દરમિયાન સિંચાઇ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ 8 કલાક સુધી વીજળી આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોએ તેમની માંગણીને લઈને આવેદન પત્ર આપવા ઉપરાંત સરકારને ચીમકી પણ ઉચ્ચારી હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં ન આવતા હવે ખેડૂતો આકરા પાણીએ છે. જેને પગલે આજે ડીસા ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ખેડૂતો ધરણા માટે પહોંચ્યા હતા. સરકાર તેમની રજૂઆત સાંભળે તે માટે ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા.

આ પણ વાંચો: Deesa Market Yard: ડીસા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ બમણા થતા ખેડૂતોમાં ખુશી

વીજળી અને પાણીના મુદ્દે આગળ પણ વિરોધ ચાલુ રહેશે- બનાસકાંઠા જિલ્લામાં 8 કલાકની વીજળી માટે ચાલી રહેલા આંદોલનને લઈને આજે ડીસા તાલુકામાં ખેડૂતોએ GEB કચેરી આગળ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. ધરણા માટે ખેડૂતોને મંજૂરી આપવામાં આવી નહોતી. ખેડૂતો ધરણા કરવા પહોંચે તે પહેલા જ પોલીસે ધરણાના કાર્યક્રમને કચડી નાંખ્યો હતો અને ધરણા કરવા પહોંચેલા ખેડૂતોની અટકાયત કરી હતી. વીજળીને લઈ આકરા પાણીએ આવેલા ખેડૂતોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, ખેડૂતો આગામી સમયમાં વીજળી અને પાણીના મુદ્દે હજુ પણ આક્રમક કાર્યક્રમો આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.