ETV Bharat / state

ગુજરાતની ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં વિરોધ

author img

By

Published : Sep 4, 2021, 8:44 PM IST

કેન્દ્ર સરકારે હમણાં જ નેતાઓની માંગણી બાદ ગુજરાતને ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં સમાવેશ કર્યો હતો પરંતુ સરકારની કાગળોની પ્રોસેસ અને ચાલુ વર્ષે ગુજરાતના બટાટા પકવતા બનાસકાંઠાના ખેડૂતોને લાભ ન મળતા અને કઠીન પ્રોસેસને કારણે ખેડૂતો આ યોજનાને લોપીપોપ સમાન ગણાવી રહ્યા છે.

Gujarat News
Gujarat News
  • ગુજરાત ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો સમાવેશ
  • 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા જિલ્લામાં ઓછી
  • સરકારની યોજનામાં મંગાવેલ ડોક્યુમેન્ટ ખેડૂતો પાસે નથી

બનાસકાંઠા: છેલ્લા બે-ત્રણ વર્ષથી જિલ્લાના ખેડૂતો બટાટાના વાવેતરમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે બહારના રાજ્યોમાં બટાટાની માંગ હતી અને તેના કારણે ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટાના ભાવની માંગ વધી હતી. જેના કારણે ખેડૂતોને ફરી એકવાર સારા ભાવની આશા બટાટાનું વાવેતરમાં ચાલી હતી. જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોંઘાદાટ બિયારણો લાવી બટાટાનું વાવેતર કર્યું હતું પરંતુ ફરી એકવાર બહારના રાજ્યોમાં બટાટાનું વાવેતર વધતાં ખેડૂતોને બટાકાના ભાવમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર ડીસા તાલુકામાં થાય છે. સતત નુકસાનને કારણે હવે ડીસાના ખેડૂતો બટાટાનું વાવેતર ઓછુ કર્યું છે.

ગુજરાતની ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં વિરોધ

કેન્દ્ર સરકારની યોજનામાં સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ચારથી પાંચ રાજ્યોમાં ઓપરેશન ગ્રીન ટોપ યોજના હેઠળ બટાટા, ડુંગળી અને ટામેટાને આવરી લઈ સરકાર દ્વારા સંગ્રહ માટે ભાડાની સહાય તેમજ ટ્રાન્સપોર્ટ ભાડામાં સબસીડી આપવાની યોજના બનાવી હતી. ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી બટાટાના ઘટતા ભાવને કારણે ખેડૂતો દેવાદાર બની જતા બનાસકાંઠાના ખેડૂતોએ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા અને ધારાસભ્ય શશીકાંત પંડ્યાને રજૂઆત કરતા અને નેતાઓ દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને ગુજરાતનો સમાવેશ કરાવ્યો હતો. જેના કારણે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને બટાટામાં સબસીડી મળશે તેવી આશા જાગી હતી.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો યોજનાના લાભથી વંચિત

ખેડૂતોને ચાલુ વર્ષે લાભ મળી શકે તેમ નથી. સાથે સરકારની યોજનામાં ફેબ્રુઆરી અને માર્ચમાં જે ખેડૂતો કે વેપારીએ બટાટા વેચાણ કર્યા હોય અથવા સ્ટોરેજમાં મુકેલ હોય અને જે સમયે જ ખેડૂતોને અરજી કરવાનો સમય હતો. સરકારે ગુજરાતને હમણાં જ આ યોજનામાં સમાવેશ કરતા ચાલુ સાલે કોઈ જ લાભ મળી શકે તેમ નથી. સાથે સરકારે બે હેક્ટર ઉપરાંત ખેતી ધરાવતા અથવા એક હજાર પેકેટ ધરાવતા ખેડૂતને લાભ આપવાની યોજના બનાવી છે. બનાસકાંઠામાં 60 ટકાથી વધુ નાના અને બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા અને બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી.

કોલ્ડ સ્ટોરેજ ચેરમેનનું નિવેદન

બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના ચેરમેન ફુલચંદભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાની સરકારે વાત કરી છે. બીજી તરફ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે અનેક ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. જિલ્લાના દરેક ખેડૂતને લાભ મળવો જોઈએ અને ચાલુ વર્ષે પણ લાભ મળવો જોઈએ. જે બાબતે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં માગ કરીશું.

સરકારની યોજનામાં ઓનલાઈન અરજી સાથે અનેક કાગળો સમમીટ કરવાના છે

સરકારની યોજનામાં ઓનલાઈન અરજી સાથે અનેક કાગળો સમબીટ કર્યા બાદ યોજનાનો લાભ મળી શકે છે. બનાસકાંઠાના ખેડૂતો આ યોજનાને લોપીપોપ ગણાવી રહ્યા છે. ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે, બનાસકાંઠા મોટાભાગના ખેડૂતોને જમીન બે હેક્ટરથી ઓછી છે અને ખેડૂતો વેપારીઓ પાસેથી ખાતર બિયારણ લાવતા હોય એ કાપી બાકીનું રકમ રોકડ આપતા હોય છે. જેથી બેન્કનું કશું હોતું નથી. સરકાર આ બધું માગે છે તે ખેડૂત પાસે શક્ય નથી. સાથે જ જો સરકારને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં સબસિડી આપવી હોય તો સ્ટોરેજમાં જઈને ખેડૂતોના નામનું લિસ્ટ લઈને ભાડાની સહાય ચૂકવી શકે છે. આ તો માત્ર ખેડૂતોને લોલીપોપ આપવાની વાત છે.

કેન્દ્ર સરકારની યોજના બટાટા પકવતા ખેડૂતો માટે તો સપના સમાન

કેન્દ્ર સરકારે બનાવેલી યોજનામાં બનાસકાંઠામાં બટાટા પકવતા ખેડૂતો માટે તો સપના સમાન છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોવાનું અને અભણ ખેડૂત હોવાને કારણે ઓનલાઈન અરજી સાથે બેન્કની લેવડ દેવડ કરી શકવામાં સક્ષમ ન હોવાથી આ યોજના ખેડૂતો માટે તો માત્ર સોનાના દિવા સમાન છે. તેવું ખેડૂતોનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.