ETV Bharat / state

Farmers did water movement:બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતોએ જળ આંદોલન કર્યું - Narmada water in Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીનાં તળ ઊંડા જઈ રહ્યા છે. સતત પાણીની તંગી વચ્ચે હાલ બનાસકાંઠાના પાલનપુર પંથકના ખેડૂતો ભારે હાલાકી(Farmers did water movement) ભોગવી રહ્યા છે.આજે ખેડૂતોએ પાણીની તંગી વચ્ચે 50 ગામના ખેડૂતોએ રેલી યોજી (Farmers organize tractor rally)જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Farmers did water movement:બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતોએ જળ આંદોલન કર્યું

author img

By

Published : Mar 8, 2022, 3:29 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં ગત વર્ષે પડેલા નહીવત વરસાદને કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા (Water problem in Banaskantha)સર્જાઇ રહી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લો (Farmers organize tractor rally)પાણી માટે વલખા મારવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની આવક થઈ હતી જેના કારણે આ વર્ષે શરૂઆતથી જ ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાલનપુરમાં ખેડૂતોએ જળ આંદોલન કર્યું

નર્મદાનું પાણી આપવા માંગ

જેમ જેમ ઉનાળાની શરૂઆત થઈ છે તેમ તેમ હવે પાણીની પીવા માટે અને ખેતી કરવા માટે સૌથી વધુ જરૂરિયાત પડે છે. આ વખતે પાણી વગર જિલ્લામાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેના કારણે સૌથી વધુ કપરી પરિસ્થિતિ ખેડૂતોની જોવા મળી રહી છે. આ બાબતે નર્મદાના નીર બનાસકાંઠા જિલ્લામાં નાખવા માટે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સરકાર દ્વારા (Narmada water in Banaskantha)નર્મદાનું પાણી ના આપતા ખેડૂતો હવે આંદોલન શરૂ કર્યું છે.

વરસાદ ખેંચતા ખેડૂતોને નુકશાન

જિલ્લો ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. જિલ્લાના મોટાભાગના લોકો ખેતી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચાલુ સાલે ચોમાસા દરમિયાન જિલ્લામાં અપૂરતો વરસાદ થતાં પાણીના તળ ઊંડા ગયા છે. જિલ્લાના ડેમો ખાલી થઈ ગયા છે. તળાવો ખાલી પડ્યા છે. પશુઓ માટે ઘાસચારો પણ 12 રૂપીએ કિલો થઈ ગયો છે. લીલો ઘાસચારો વાવવા માટે પાણી નથી. લાખો રૂપિયા ખર્ચવા છતાં( Farmers apply letter to the collecto)બોરવેલ ફેઈલ થઈ રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલી વધી છે.

ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી

ચોમાસામાં નહિવત વરસાદ થયો જેને લઈને ચોમાસુ પાક નિષ્ફળ ગયા જો કે તે બાદ ખેડુતોએ રવિ સિઝન દરમિયાન સારું વાવેતર કરી ચોમાસાનું નુકશાનનું વળતર કરવાનું વિચાર્યું પરંતુ રવિ સિઝન દરમિયાન પણ કમોસમી વરસાદ થઈ જતાં રવિ સિઝન પણ નિષ્ફળ ગઈ તો હવે આગામી ઉનાળુ સિઝન દરમ્યાન વાવેતર કરવા પાણીની અછતને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો હવે પાણીની માંગ સાથે ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકા વિસ્તારના આજે ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી પાલનપુર પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Natural farming in Banaskantha: પાલનપુર તાલુકાના માનપુર ગામના લોકોની અનોખી પહેલ

ખેડૂતોનું પાણી માટે આંદોલન

જિલ્લામાં એ પ્રમાણે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેના કારણે હાલ ખેડૂતોની પરિસ્થિતિ કપરી થઈ રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતોએ પણ આંદોલન શરૂ કર્યું હતું. પાલનપુર તાલુકામાં દિવસેને દિવસે પાણીના તળ ઉંડા જતાં ખેડૂતો પાણી માટે આંદોલન કરતા નજરે પડી રહ્યા છે. આજે સૌપ્રથમ પાલનપુર તાલુકાના મલાણા તળાવ પાસે પાંચ હજારથી પણ વધુ ખેડૂતો એકત્રિત થયા હતા. જ્યાં ભૂમિ પૂજન કર્યા બાદ ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર સાથે રેલી યોજી હતી. આ રેલીમાં પાલનપુર તાલુકાના 50 થી પણ વધુ ગામોના ખેડૂતો જોડાયા હતા અને સરકાર દ્વારા તાત્કાલીક ખેડૂતોને તળાવો અને ડેમ પાણી ભરવામાં આવે તેવી માંગ આ રેલીમાં કરવામાં આવી હતી. આ રેલીમાં ખેડૂતો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, અમીરગઢ સહિતના તાલુકાઓમાં ખેડૂતોને પાણી માટે વલખાં મારવાં પડે છે. ત્યારે આખરે પાલનપુરના મલાણા ગામે આવેલુ તળાવ ભરવાની માંગ સાથે ત્રણ હજાર થી વધુ ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. મહત્ત્વની વાત એ છે કે મલાણા ગામે આવેલુ તળાવ પાણીથી ભરાય તો આસપાસના 50 થી વધુ ગામોના ખેડુતો અને ખેતીલાયક પાણી મળી રહે. જોકે ખેડુતો દ્વારા સરકારને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં છેવટે આજે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી. મલાનાથી નિકળેલી ટ્રેક્ટર રેલી પાલનપુરના બિહારી બાગ નજીક સંપન્ન થઈ તો બિહારી બાગથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ પદયાત્રા યોજી કલેકટરને કચેરી પહોંચ્યા હતા. ખેડુતો દ્વારા બાલારામમાં બનાવેલ ચેકડેમનો ઓવરફલો થતુ પાણી તુરંત છોડી મલાણા તળાવ ભરવાની માંગ કરાઈ છે જો ટૂંક સમયમાં આ કામગીરી હાથ નહીં ધરાય તો ઉગ્ર આંદોલન કરી આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર આ મામલે હવે મલાણા તળાવમાં પાણી પહોંચાડે છે કે પછી ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબુર બને છે.

આ પણ વાંચોઃ Geniben Thakor on BJP: બનાસકાંઠાની નદીઓમાંથી રેતીની ચોરી થાય છે પણ સરકાર મૂકપ્રેક્ષક બનીઃ ગેનીબેન ઠાકોર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.