બનાસકાંઠા: એન્કર બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીનાં તળ ઊંડા જઈ રહ્યા છે. સતત પાણીની તંગી(Water problem) વચ્ચે હાલ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલનપુર પંથકમાં ખેડૂતોએ કર્યું આંદોલન ત્યારે આજે ખેડૂતોએ પાણીની તંગી વચ્ચે 50 ગામના હજારો ખેડૂતોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને (District Collector)આવેદનપત્ર પણ આપ્યું હતું.
પાણીની વિકટ સમસ્યા
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહીવત વરસાદને કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લો પાણી માટે વલખા મારવાની શરૂઆત કરી દીધી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષે પડેલા નહિવત વરસાદ ના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની આવક (Water income)થઇ હતી જેના કારણે આ વર્ષે શરૂઆતથી જ ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ જેમ ઉનાળાની શરૂઆત થઈ છે તેમ તેમ હવે પાણીની પીવા માટે અને ખેતી કરવા માટે સૌથી વધુ જરૂરિયાત પડે છે આ વખતે પાણી વગર જિલ્લામાં પાણીના તળ(ground water) દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેના કારણે સૌથી વધુ કપરી પરિસ્થિતિ ખેડૂતોની જોવા મળી રહી છે ત્યારે આ બાબતે નર્મદાના નીર બનાસકાંઠા જિલ્લામાં નાખવા માટે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી (Narmada Water) નાખતા ખેડૂતો હવે આંદોલન શરૂ કર્યું છે.
આ પણ વાંચો: Water Problem in Becharaji: ના હોય, બેચરાજી તાલુકાના 70 ગામમાં સિંચાઈનું પાણી જ નથી!
ખેડૂતોનું પાણી માટે આંદોલન
બનાસકાંઠા જિલ્લામાં એ પ્રમાણે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. તેના કારણે હાલ ખેડૂતોની પરિસ્થિતિ કપરી થઈ રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતોએ પણ આંદોલન (Farmers Agitation)શરૂ કર્યું હતું પાલનપુર તાલુકામાં દિવસેને દિવસે પાણીના તળ ઉંડા જતાં ખેડૂતો પાણી માટે આંદોલન કરતા નજરે પડી રહ્યા છે. આજે સૌપ્રથમ પાલનપુર તાલુકાના મલાણા તળાવ (Malana Lake)પાસે 5000થી પણ વધુ ખેડૂતો એકત્રિત થયા હતા જ્યાં ભૂમિ પૂજન કર્યા બાદ ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર(Huge tractor) સાથે રેલી યોજી હતી આ રેલીમાં પાલનપુર તાલુકાના 50 થી પણ વધુ ગામોના ખેડૂતો જોડાયા હતા અને સરકાર દ્વારા તાત્કાલીક ખેડૂતોને તળાવો અને ડેમ પાણી ભરવામાં આવે તેવી માંગ આ રેલીમાં કરવામાં આવી હતી. આ રેલીમાં ખેડૂતો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને પાલનપુર કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સરકાર પાણી નહીં આપે તો ખેડૂત પાયમાલ થશે, ખેડૂતોની સરકાર પાસે અરજ