ETV Bharat / state

બનાસકાંઠામાં ખેડૂતે પુરુ પાડ્યુ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ, 5 લાખના દાગીના મૂળ માલિકને પરત આપ્યા - Gujarati news

બનાસકાંઠાઃ આધુનિક યુગમાં શોર્ટકટ રસ્તાઓ શોધી ચોરી લૂંટફાટ કરી કેટલાક લોકો પૈસા કમાવવાનો રસ્તો અપનાવે છે, પરંતુ બનાસકાંઠાના કુવાળા ગામમાં એક ખેડૂતને 5 લાખના દાગીના મળ્યા હતા. તેને મૂળ માલિકને પરત આપી કળયુગમાં પણ પ્રામાણિકતાની પ્રતીતિ કરાવી છે.

પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
author img

By

Published : May 17, 2019, 2:33 AM IST

બનાસકાંઠામાં લાખણી તાલુકાના અછવાડીયા ગામના રહેવાસી ઉકાજી રાજપૂતની પુત્રવધુ પોતાના પિયર જેતડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાઇક પર જઇ રહી હતી. ત્યારે અછવાડિયાથી કુવાણા ગામના કાચા રસ્તેથી પસાર થતા તેમની જાણ બહાર થેલીમાંથી અંદાજે 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્સ પડી ગયા હતા. જે દાગીના ગામના જ રાણાજી રાજપૂતને મળી આવ્યા હતા. જો કે, આ દાગીના ઘરે લાવી ચકાસતા 15 તોલાના દાગીના સોનાના હતા તેની ખબર પડી હતી.

પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ

ત્યારબાદ બાદમાં રાણાજીએ દાગીના કોના છે તે જાણવા રાહ જોવાનું વિચારી ઘરમાં જ રાખ્યા હતા. તે દરમિયાન તેઓએ વોટ્સએપ મેસેજમાં "અમારા સોનાના દાગીના ખોવાયેલ છે" નો મેસેજ ફરતો હોવાની જાણ થતાં જ તેઓએ મૂળ માલિકનો પત્તો મેળવી તેની ખરાઈ કરી હતી. જેમને પોતાના ઘરે બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી ઉકાજી રાજપૂતને 15 તોલા સોનાના દાગીના પરત કર્યા હતા. આ કાર્ય કરી તેમણે કળીયુગમાં પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું છે.

લોકેશન.. લાખણી.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા. 16 05 2019

સ્લગ........ખેડૂત ની પ્રમાણિકતા

એન્કર......અત્યારના યુગમાં શોર્ટકટ માં ચોરી લૂંટફાટ કરી કેટલાક લોકો પૈસા કમાવવાનો રસ્તો અપનાવે છે પરંતુ બનાસકાંઠા ના કુવાળા ગામમાં એક ખેડૂત ને મળેલા 5 લાખના દાગીના તેના મૂળ માલિકને પરત આપી કળયુગમાં પણ પ્રામાણિકતા ની પ્રતીતિ કરાવી છે

વી ઓ .....બનાસકાંઠા માં લાખણી તાલુકાના અછવાડીયા ગામના ઉકાજી ભાણાજી રાજપૂતની પુત્રવધુ પોતાના પિયર થરાદ તાલુકાના જેતડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાઇક ઉપર જઇ રહ્યા હતા. ત્યારે અછવાડિયા થી કુવાણા ગામના કાચા રસ્તેથી પસાર થતા તેમની જાણ બહાર થેલીમાંથી અંદાજે 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્સ પડી ગયા હતા. જે દાગીના ગામના જ રાણાજી કલ્યાણજી રાજપૂત ને મળી આવ્યા હતા , જો કે આ દાગીના ઘરે લાવી ચકાસતા 15 તોલા ના દાગીના સાચેજ સોનાના હતા બાદમાં તેઓએ આ દિગીના કોના છે તે માટે દાગીના ઘરે મૂકી રાહ જોવાનું વિચાર્યું, તે દરમિયાન તેઓએ વોટ્સએપ મેસેજમાં "અમારા સોનાના દાગીના ખોવાયેલ છે" નો મેસેજ ફરતો હોવાની જાણ થતાં જ તેઓએ મૂળ માલિકનો પત્તો મેળવી તેની ખરાઈ કરી. પોતાના ઘરે બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી ઉકાજી ભાણાજી રાજપૂતને તેમના તમામ 15 તોલા સોનાના દાગીના પરત કર્યા હતા......

બાઈટ......રાણાજી રાજપૂત, પ્રામાણિક ખેડૂત

( બીજાની વસ્તુ પથ્થર બરાબર, અમને ભલે દાગીના મળ્યા ,પણ અમે તેના સાચા માલિક ની શોધ કરી દાગીના પરત આપ્યા )

બાઈટ.......ઉકાજી રાજપૂત, મૂળ માલિક

( અમારા દાગીના રસ્તામાં પડી ગયા હતા , અમને પરત દાગીના આપ્યા, અમારા ગામમાં આવા સારા પ્રમાણિક માણસો છે  )

વી ઓ .....હાલના યુગમાં લોકો પૈસા માટે શોર્ટ કટ અપનાવતા હોય છે ત્યારે આ કુવાણા ના ખેડૂતે 5 લાખના દાગીના મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ......

રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.