ETV Bharat / state

ફ્રાન્સ ખાતે યોજાનારા ઓર્ગેનિક વર્લ્ડ કૉંગ્રેસમાં બનાસકાંઠાનો યુવા ખેડૂત ભાગ લેશે - gujarat agriculture news

વિશ્વમાં કૃષિક્ષેત્રમાં પરિવર્તન, ઇકોસિસ્ટમ પુનર્જીવન, આરોગ્ય અને સાર્વભૌમત્વ જેવા વિષયો પર ચર્ચા અને સમસ્યાઓના નિવારણ માટે દર વર્ષે ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસનું આયોજન થતું હોય છે. આ વર્ષે યુરોપનાં ફ્રાન્સ ખાતે યોજાનાર સેમિનારમાં ગુજરાતમાંથી ત્રણ લોકોની પસંદગી કરાઈ છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાંથી એક માત્ર યુવાન ખેડૂતની પસંદગી થવા પામી છે. આ ત્રણેય પ્રગતિશીલ ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં ફ્રાન્સ ખાતે યોજાનાર સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ફ્રાન્સ ખાતે યોજાનાર ઓર્ગેનિક વર્લ્ડ કૉંગ્રેસમાં બનાસકાંઠાનો યુવા ખેડૂત ભાગ લેશે

author img

By

Published : Jan 18, 2021, 12:51 PM IST

  • દર વર્ષે વિશ્વનાં વિવિધ દેશોમાં યોજાય છે ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ, ચાલું વર્ષે ફ્રાન્સમાં
  • છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરનારા બનાસકાંઠાનો ખેડૂતને અપાયું આમંત્રણ
  • સ્વાસ્થ માટે ગુણકારી સારું અનાજ કઈ રીતે ઉતપન્ન કરી શકાય? તે અંગે વ્યક્તવ્ય રજૂ કરશે

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન પર નભતો જિલ્લો છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પહેલા જ્યારે પાણીની અછત હતી ત્યારે ખેડૂતો માત્ર સિઝન આધારિત ખેતી કરતા હતા. જોકે, છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરતા પાલનપુરનાં યશ પઢિયારને આ વર્ષે ફ્રાન્સ ખાતે યોજાનાર ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી આમંત્રિત ત્રણ ખેડૂતો ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ઓર્ગેનિક ખેતી કરનાર  યશ પઢીયાર
ઓર્ગેનિક ખેતી કરનાર યશ પઢીયાર

સમગ્ર ગુજરાતમાંથી માત્ર 3 ખેડૂતોની પસંદગી

દર વર્ષે વિશ્વનાં વિવિધ દેશોમાં ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસનું આયોજન થતું હોય છે. જેનાં અંતર્ગત ખેડૂતો, વૈજ્ઞાનિકો અને સંશોધકોનો એક સેમિનાર યોજાય છે. આ સેમિનારમાં વિશ્વમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો, ટેક્નોલોજી અને સમસ્યાઓનાં નિવારણ માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવે છે. આ વર્ષે આગામી 6થી 10 સપ્ટેમ્બર દરમ્યાન યુરોપનાં ફ્રાન્સ ખાતે આ સેમિનાર યોજાશે. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી એકમાત્ર યશ પઢીયાર સહિત ગુજરાતમાંથી ત્રણ ખેડૂતોને પસંદગી કરાઈ છે. પાલનપુર ખાતે રહેતા યશ પઢિયાર છેલ્લા આઠ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. એટલું જ નહીં, તેઓ ઉત્પાદન કરેલી ખેતપેદાશોનો વિદેશમાં પણ નિકાસ કરી રહ્યાં છે. આગામી 6 સપ્ટેમ્બરે તેઓ ફ્રાન્સ ખાતે ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ દ્વારા આયોજિત સેમિનારમાં જશે. જ્યાં લોકોના સ્વાસ્થ માટે ગુણકારી સારું અનાજ કઈ રીતે ઉતપન્ન કરાય તેમજ તેમાં આવતી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન થઈ શકે એ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.

ફ્રાન્સ ખાતે યોજાનાર ઓર્ગેનિક વર્લ્ડ કૉંગ્રેસમાં બનાસકાંઠાનો યુવા ખેડૂત ભાગ લેશે
ફ્રાન્સ ખાતે યોજાનાર ઓર્ગેનિક વર્લ્ડ કૉંગ્રેસમાં બનાસકાંઠાનો યુવા ખેડૂત ભાગ લેશે

આધુનિક ટેક્નોલોજીના આધારે બનાસકાંઠા જિલ્લામાં થતું વિવિધ પાકોનું વાવેતર

વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માત્ર સીઝન આધારિત ખેતી કરતા હતા. પરંતુ દિવસેને દિવસે ભારત દેશમાં વધી રહેલી ટેક્નોલોજીના આધારે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અલગ-અલગ પદ્ધતિઓથી ખેતી કરીને સારી આવક મેળવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ ખેતી કરવામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર આવે છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આજે દેશ અને વિદેશની ટેક્નોલોજીના સાધનો વાપરી હાલમાં અલગ-અલગ પ્રકારની ખેતીઓ કરે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં મશરૂમ, દાડમ, સ્ટ્રોબેરી અને હવે વધતી જતી ટેકનોલોજીના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ વિવિધ ટેક્નોલોજીના કારણે બહારના દેશોની જેમ ખેતી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.