ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાનું વાસણા ગોળીયા ગામ જ્યા આમ તો આ ગામ જ્યાં આવેલું છે તે વિસ્તારને સુકકો વિસ્તાર માનવામાં આવે છે.પાણીની તંગી સહન કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમની કોઠા સૂજથી હવે બનાસકાંઠાની ભૌગોલિક પરિસ્થિતી અનુસાર ઉત્તમ ખેતી કરવા માંડ્યા છે.ડીસા નજીક આવેલા વાસણા ગોળીયા ગામમાં રહેતા મનોજભાઇ માળીએ ફક્ત એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો છે. મનોજભાઇ એક સમયે એક જંતુનાશક દવાનું સેલિંગ કરતાં હતા.પરંતુ જંતુનાશક દવાની આડ અસરથી માહિતગાર થયા બાદ મનોજભાઈએ આ નોકરી છોડી દીધી અને પોતાની પરંપરાગત પાંચ એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું.શરૂઆતના સમયગાળામાં મનોજભાઇ પરંપરાગત ખેતી કરતાં હતા.પરંતુ સમય જતાં મનોજભાઇ માળીએ તેમની ખેતીમાં પ્રયોગો કરવાની શરૂઆત કરી હતી. જે બાદ તેઓ રસાયણિક ખેતી છોડીને સજીવ ખેતી કરવા લાગ્યા હતા. આ ખએતીથી સારો પરિણામ મળતા મનોજભાઇ માળીએ તેમના ખેતરમાં ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેરવાનું શરૂ કર્યું.પોતાના ખેતરની એક એકર જમીનમાં મનોજભાઇ માળીએ 3200 ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા બાદ હવે તેના પર ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે.
ડ્રેગન ફ્રૂટની વધતી જતી માંગને પગલે ઇન્ટરનેટ પર સર્ચ કરીને મનોજભાઇ માળીએ તેમના ખેતરની એક એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા છે. આ રોપા હવે તૈયાર થઈ જતાં તેની પર ફળ આવવાની શરૂઆત થઈ ગઇ છે.આમ તો ડ્રેગન ફ્રૂટની ખેતી ઠંડા અને સૂકા પરદેશમાં થતી હોય છે.તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લો રેતાળ જમીન ધરાવવા ઉપરાંત ગરમ આબોહવા ધરાવતો હોવાના લીધે આટલી ગરમીમાં પણ ડ્રેગન ફ્રૂટના રોપાઓને ગરમીથી બચાવવા માટે ડ્રેગન ફ્રૂટના રોપાઓની આસપાસ અન્ય ફળાઉ છોડ વાવીને તાપમાન મેઇનટેન કરીને મનોજભાઇ માળી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી રહ્યા છે. ડીસા જેવા સુકકા પ્રદેશમાં તૈયાર થયેલા ડ્રેગન ફ્રૂટને નિહાળવા માટે અત્યારે દૂર દૂરથી લોકો પણ મનોજભાઈના ખેતર પર આવી રહ્યા છે. ત્યારે સુકકા બનાસકાંઠા જિલ્લાના અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની બાગાયતી ખેતી તરફ વળવાની હિમાયત વાસણા ગોળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઇ માળી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો બટાટાની ખેતી તરીકે વિખ્યાત થયેલો હતો.પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં ખેડૂતોને થઈ રહેલા નુકશાનને લઈ મનોજભાઇ અલગ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરયા હતા.તેમના આ પ્રયાસમાં તેમણે સફળતા પણ મળી છે.જો ખેડૂત ધારે તો ગમે તે સ્થળ પર પોતાની મહેનત અને પરસેવાથી નંદનવન સર્જી શકે છે.