ETV Bharat / state

ડીસા તાલુકાના કૂંપટ ગામે ભાતીગળ મેળો યોજાયો - banashkantha

બનાસકાંઠા જિલ્લામાં રવિવારે શીતળા સાતમ નિમિત્તે લોકમેળો યોજાયો હતો. ડીસા પાસે આવેલા કૂંપટ ગામ ખાતે ભાતીગળ લોકમેળો ભરાયો હતો. જેમાં આજુ-બાજુના વિસ્તારના ગ્રામ લોકોએ શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

fair held at Kumpat village of Deesa taluka
ડીસા તાલુકાના કૂંપટ ગામે ભાતીગળ મેળો યોજાયો...
author img

By

Published : Mar 15, 2020, 2:36 PM IST

Updated : Mar 15, 2020, 3:16 PM IST

બનાસકાંઠાઃ ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહત્વ રહેલું છે, ત્યારે રવિવારે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળો પણ ભરાય છે.

fair held at Kumpat village of Deesa taluka
fair held at Kumpat village of Deesa taluka

સોમવારના રોજ ડીસા તાલુકાના કુંપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ શીતળા સાતમના ભવ્ય ભાતીગળ લોકમેળો ઉત્સાહ અને ભક્તિભાવ ભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. વર્ષોથી યોજોતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે. શીતળા સાતમ વર્ષમાં 2 વાર આવે છે, એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે, જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે.

મારવાડી સમાજમાં ઠાકર માસમાં આવતી શીતળા સાતમનું ખૂબ મહત્વ છે. ડીસા નજીક આવેલા કુંપટ ગામમાં પ્રાચીન શીતળા માતાના મંદિરે આજે ભાતીગળ લોકમેળો યોજાયો હતો. ડીસા નજીક આવેલા આ ગામમાં વર્ષોથી યોજાતા શીતળા સાતમના મેળામાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા. આ લોકમેળામાં ડીસા શહેર આસપાસના ગામમાં લગભગ 50 હજારથી પણ વધુ ભાવિકો શીતળા માતાના દર્શન કરવા સાથે મેળાની મજા માણવા આવે છે.

કૂંપટ ગામે ભાતીગળ મેળો યોજાયો...

શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે. વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી દિશામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. એક દિવસ અગાઉ આવતા રાંધણ છઠના તહેવારના દિવસે લોકો તેમના ઘરમાં રસોઈ બનાવતા અને શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી મેળામાં જતા હતા. મેળામાં પહોંચ્યા બાદ શીતળા સાતમના દર્શન કરીને લોકો પીકનીક સ્વરૂપે વન ભોજનનો આનંદ માણતા હતા વર્ષોથી યોજાતાં ભવ્ય લોક મેળાનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે.

ગત 200 વર્ષથી ઉજવાતા આ ભાતીગળ મેળામાં આજદિન સુધી કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો નથી. માઁ શીતળા સાતમની શ્રદ્ધા એટલી છે કે, હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવા વાયરસના કારણે ફફડી રહ્યા છે, પરંતુ શીતળા માતાના ભકતો કોઈ પ્રકારનો ભય રાખ્યા વિના દર્શન કરવા ઉમટી પડ્યા છે.

Last Updated : Mar 15, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.