ગુજરાતમાં આજે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પણ સવારથી જ મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે થરાદ તાલુકાના જાણદી ગામમાં છેલ્લા એક કલાકથી EVM મશીન બંધ થતા મતદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આજે સવારથી જ વૃદ્ધ મતદારો પણ મતદાન કરવા માટે આવ્યા હતા. અને છેલ્લા એક કલાક થી EVM મશીન ખોટકાતા મતદારો પરેશાન થયા છે. કલાકથી મશીન રીપેર કરવા છતાં પણ ચાલુ ન થતાં મતદારો પરેશાન થઈ ગયા છે. હાલ ટેક્નિકલ ટીમ EVM મશીનની રીપેરિંગ કામગીરી કરી રહી છે. મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.