- કોલ્ડ સ્ટોરેજની સ્થાપના અને તેનો વિકાસ
- કોલ્ડ સ્ટોરેજની પાંચ વર્ષની સ્થિતિ
- સતત મંદીના કારણે અનેક કોલ્ડ સ્ટોરેજ બંધ
- કોલ્ડ સ્ટોરેજોમાં બેંકની લોનમાં વધારો
- બટાકામાં મંદીના કારણે વેપારીઓ અને ખેડૂતોના મોત
- આ વર્ષે બટાટામાં ભાવ આવતા વેપારીઓને રાહત
બનાસકાંઠાઃ આ જિલ્લો બનાસનદીના કિનારે વસેલો છે. વર્ષો પહેલા જ્યારે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમનું બાંધકામ નહોતું કરવામાં આવ્યું ત્યારે બનાસ નદી બારે માસ વહેતી હતી. જેના કારણે ખેડૂતો બનાસનદીમાં જ મોટા પ્રમાણમાં વાવેતર કરતા હતાં. પરંતુ સમય બદલાતાં આજે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે દાંતીવાડા ડેમની સ્થાપના કરવામાં આવી. બનાસ નદીમાં પાણી બંધ થઈ જતા ખેડૂતો નદીમાં વાવેતર છોડી ખેતર તરફ વળ્યા હતાં. જેથી ડીસામાં બટાટાના ઉત્પાદનમાં વધારો થયો અને શરૂઆતમાં ડીસા શહેરમાં 5 કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરવામાં આવી. જોતજોતામાં બટાટાનું વાવેતર વધતું ગયું અને બટાકાની માગ બહારના રાજ્યોમાં વધતા એક પછી એક ડીસામાં અનેક કોલ્ડ સ્ટોરેજ શરૂ થયાં અને આજે ડીસામાં ગુજરાતના સૌથી વધારે 200થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજ છે.
- કોલ્ડ સ્ટોરેજની પાંચ વર્ષની સ્થિતિ
દેશભરમાં બટાકાના હબ બનેલા બનાસકાંઠા જિલ્લામાં બટાકાના સંગ્રહ માટે 200થી વધુ કોલ્ડ સ્ટોરેજો આવેલા છે. છેલ્લા ત્રણેક વર્ષથી બટાકામાં સતત મંદી રહી હતી. જેથી કોલ્ડ સ્ટોરેજ સંચાલકોની કમર આર્થિક રીતે ભાગી જવા પામી હતી. ચાલુ વર્ષે શરૂઆતમાં ભાવો સારા મળતા કોલ્ડ સ્ટોરેજ માલિકોને આંશિક રાહત થઈ હતી. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાંથી દરરોજની 400થી વધુ ટ્રક મારફત બટાકા તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં મોકલવામાં આવતા હતાં. જોકે બટાકાના ભાવ ગગડી જતા તેમ જ અન્ય રાજ્યોમાંથી વેપારીઓ દ્વારા પેમેન્ટ લેટ આવવાના કારણે અને માર્કેટમાં બટાકાની સપ્લાય વધુ જતી હોવાથી બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા એક દિવસનો બંધ પાળ્યો હતો. બંધમાં બનાસકાંઠા જિલ્લાના તમામ 200થી વધુ કોલસ્ટોરેજ જોડાયા હતાં. જેના કારણે અન્ય રાજ્યોમાં દૈનિક 400થી વધુ ટ્રક માલ જતો હતો તે રોકાઈ ગયો હતો. બીજી તરફ સતત મંદીના કારણે ખેડૂતોએ સરકાર વિરુદ્ધ આંદોલનો પણ શરૂ કર્યા હતાં અને ડીસાના તમામ બટાકા ડીસાના જાહેર રસ્તાઓ પર ફેંકવામાં આવ્યાં હતાં. નવા બટાકાની આવક કોલ્ડ સ્ટોરેજમાં શરૂ થતાં જૂના બટાકાનો સ્ટોક ક્યાં મુકવો તે એક મોટો વિષય હતો. જેના કારણે તમામ કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાકા પણ ખેતરોમાં ખાડો ખોદી દાટવામાં આવ્યાં હતાં. આમ 5 વર્ષમાં બટાટાની મંદીએ ખેડૂતોને રાતાં પાણીએ રોતાં કર્યા હતાં.

ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ ડીસામાં છે પરંતુ સતત બટાકાના ભાવ નીચા જતા ખેડૂતો અને વેપારીઓમાં મંદી જોવા મળી હતી. જેના કારણે બટાકાથી ધમધમી ઉઠેલા અને કોલ્ડ સ્ટોરેજો બંધ થઈ ગયા હતાં ખેડૂતોએ સરકાર પાસે અનેકવાર બટાકાના ભાવમાં રાહત મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર ખેડૂત અને વેપારીનું સાંભળી રહી નથી જેના કારણે સતત બટાકામાં ભાવ નીચે જતા અનેક ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકો દેવાદાર બનતાં ડીસાના મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ ગયા હતાં.
- કોલ્ડ સ્ટોરેજોમાં બેન્કની લોનમાં વધારો
ડીસામાં આવેલા અનેક કોલ્ડ સ્ટોરેજના માલિકોએ પોતાના સ્ટોરના નામે કરોડો રૂપિયાની લોન લઈ પોતાના નામે બટાકા ખેડૂતો પાસેથી ખરીદ કર્યા હતાં. પરંતુ સતત 5 વર્ષની મંદીના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકોએ સમયસર બેન્કોની લોન ન ભરતાં અનેક કોલ્ડ સ્ટોરેજ બેન્કો દ્વારા સીલ કરવામાં આવ્યાં છે. ખેડૂતોએ પણ કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા બટાકાના ભાવ ન મળતાં દર વર્ષે મોટી સંખ્યામાં કોલ્ડ સ્ટોરેજમાં બટાકા પડ્યાં રહે છે. સતત બેન્કોની લોન વધી જતાં અનેક કોલ્ડ સ્ટોરેજના માલિકો પોતાના સ્ટોરેજ છોડી અને જતા પણ રહ્યાં છે જેના કારણે અનેક કોલ્ડ સ્ટોરેજ હાલમાં સૂમસામ જોવા મળી રહ્યાં છે.
- બટાકામાં મંદીના કારણે વેપારીઓ અને ખેડૂતોની આત્મહત્યા
છેલ્લા પાંચ વર્ષમાં બહારના રાજ્યોમાં બટાકાની માગ ઘટતા ડીસાના બટાકાની માગ ઘટી હતી. જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં બટાટાનો સ્ટોક કોલ્ડ સ્ટોરેજમાં જોવા મળતો હતો. છેલ્લા પાંચ વર્ષમાં બટાકાના ભાવમાં સતત ઘટાડો થતાં વેપારીઓ અને ખેડૂતો દેવાદાર બન્યા હતાં. વેપારીઓ દ્વારા બટાકામાં સારા ભાવની આશાએ પોતાના કોલ્ડ સ્ટોરેજ પર કરોડો રૂપિયાની બેન્કો પાસેથી લોન લેવામાં આવતી હતી.જે લોન બટાકામાં ભાવ ન મળતા કોલ્ડ સ્ટોરેજના 15 જેટલા વેપારીઓ અને ખેડૂતોએ આત્મહત્યા પણ કરી ચૂક્યાં છે. ત્યારે ચોક્કસથી શકાય કે બટાકાની મંદીમાં અનેક ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
- આ વર્ષે બટાટામાં ભાવ આવતાં વેપારીઓને રાહત
છેલ્લા પાંચ વર્ષમાં જે બટાકાએ ડીસાના વેપારીઓ અને ખેડૂતોને રોવડાવ્યાં હતાં. તે બટાકાના ભાવ આ વર્ષે સારા આવતાં મહદ્અંશે ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને ચાલુ વર્ષે અઢી કરોડ જેટલા બટાટાની આવક કોલ્ડ સ્ટોરેજમાં થઈ હતી. જેની સામે હાલ માત્ર 80 લાખ જેટલા કટ્ટા જ ડીસાના તમામ કોલ્ડ સ્ટોરેજમાં જોવા મળી રહ્યાં છે. કોરોના વાઇરસની મહામારીમાં બહારના રાજ્યોમાં બટાકાની માગ વધતા હાલ ડીસામાં અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બટાકાના ભાવ મળી રહ્યાં છે. ડીસાની બજારોમાં હાલ બટાકાના 20 કિલોના 800 રૂપિયા જેટલો ભાવ મળતા વેપારીઓને મોટો ફાયદો થઈ રહ્યો છે. આ અંગે કોલ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ગણપતલાલ કચ્છવાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં બટાકામાં મંદીના કારણે અનેક ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હાલમાં જે પ્રમાણે ભાવ મળી રહ્યા છે, તે જોતાં પાંચ વર્ષના નુકસાનમાંથી તો બહાર નહીં આવી શકાય પરંતુ થોડા ઘણા નુકસાનમાંથી વેપારીઓ બહાર આવી શકે તેમ છે. ત્યારે જો આગામી સમયમાં આજ ભાવ ટકી રહે તો જ ખેડૂત અને વેપારીઓ પાંચ વર્ષની મંદીમાંથી બહાર આવી શકે તેમ છે.
બનાસકાંઠાઃ બટાકાના કોલ્ડ સ્ટોરેજની સ્થિતિ પર ETV BHARATનો વિશેષ અહેવાલ, 5 વર્ષ પછી આવી ખુશીની લહેર
ગુજરાતમાં બટાકાના કોલ્ડ સ્ટોરેજ સૌથી વધુ ડીસામાં આવેલા છે. પરંતુ સતત બટાટાના ભાવ નીચે જતાં કોલ્ડ સ્ટોરેજનક માલિકોને મોટું નુકસાન થયું હતું. જેના કારણે અનેક કોલ્ડ સ્ટોરેજ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. જોકે એક મોટી આશાનું કિરણ આ વર્ષે ભાળવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની સ્થિતિ પર અમારો ખાસ અહેવાલ, પાંચ વર્ષ પછી આવી ખુશીની લહેર