ETV Bharat / state

લમ્પી વાઈરસનું ઉગ્ર સ્વરૂપ, હવે આ જિલ્લામાં લીધા પશુઓના ભોગ

બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં વધતા જતા લમ્પી (Lumpy Virus in Banaskantha) વાયરસના કારણે પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વધતા જતા લમ્પી વાયરસ કેસમાં આજે વધુ 8 પશુઓના (Lumpy virus death in Banaskantha) જિલ્લામાં મૃત્યુ નીપજ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહી છે.

લમ્પી વાઈરસનું ઉગ્ર સ્વરૂપ, હવે આ જિલ્લામાં લીધા પશુઓના ભોગ
લમ્પી વાઈરસનું ઉગ્ર સ્વરૂપ, હવે આ જિલ્લામાં લીધા પશુઓના ભોગ
author img

By

Published : Jul 30, 2022, 9:38 AM IST

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાને આમ તો વર્ષોથી પછાત જીલ્લો માનવામાં આવે છે, પછાત જીલ્લો ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. પરંતુ સમય બદલાતા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને કુદરતી આફતોના કારણે અનેક ઘણો નુકસાન (Lumpy virus death in Banaskantha) વેચવાનો વારો આવ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ પડ્યા હતા. વધતા જતા પશુપાલનને લઈ બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી. બનાસડેરીની સ્થાપના થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પશુપાલનનું પ્રમાણ વધતું ગયું અને આજે જોત જોતામાં મહિલાઓ આજે પશુપાલન ક્ષેત્રે સારી આવક કમાઈ રહી છે.

લમ્પીનો કાળો કહેર : જિલ્લામાં લમ્પી વાયરસના કારણે વધુ આઠ પશુઓના મૃત્યુ

લંમ્પી વાયરસનો જિલ્લામાં કહેર - બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે લોકો પશુપાલન ક્ષેત્રે જોડાયેલા છે. જેના કારણે દરેક ખેડૂતની પાસે હાલમાં સરેરાશ 15થી પણ વધુ પશુઓ જોવા મળી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી લમ્પી વાયરસે પગપેસારો કર્યો છે, ત્યારથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં 10થી 15 પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા હતા. તે જોતજોતામાં (Lumpy virus death) બનાસકાંઠા જિલ્લામાં એક સાથે પશુ ભેગા થતા અનેક પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. સતત વધતા જતા લમ્પી વાયરસના કેસને લઈ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું હતું. પશુઓમાં વધુ લમ્પી વાયરસ ના ફેલાય તે માટે 16 ટીમો બનાવી અલગ અલગ તાલુકાઓમાં પશુઓની સારવાર આપવાની શરૂઆત કરી હતી. તેમ છતાં પણ જિલ્લામાં હાલ લમ્પી વાયરસ તેનો અસલી કહેર બતાવી રહ્યું છે અને રોજે રોજ અસંખ્ય પશુઓ લમ્પી વાયરસના ભરડામાં આવી રહ્યા છે.

લમ્પીનો કાળો કહેર
લમ્પીનો કાળો કહેર

આ પણ વાંચોઃ લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ

લમ્પી વાયરસથી પશુઓના મૃત્યુની સંખ્યામાં વધારો - જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy Virus in Banaskantha) તેનો અસલી કહેર બતાવી રહ્યો છે, બનાસકાંઠા જિલ્લામાં આજે વધતા જતા લમ્પી વાયરસ કેસમાં વધુ 8 પશુઓના મૃત્યુ નીપજ્યા છે. અત્યાર સુધી મૃત્યુ વાયરસના કેસમાં બનાસકાંઠા જિલ્લામાં 33થી પણ વધુ પશુઓના મૃત્યુ નીપજ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના 27 ગામોમાં 324 પશુઓ મૃત્યુ વાયરસના કારણે સંક્રમિત થયા હતા. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકામાં 165 ગામના પશુઓ મૃત્યુ વાયરસ કેસથી સંક્રમિત થયા છે. સતત વધતા જતા મૃત્યુ વાયરસના કેસના કારણે જિલ્લા પશુપાલન (infection Lumpy Virus) વિભાગ દ્વારા આજે વધુ 81 ગામોમાં પશુઓને રસીકરણ કરાયું હતું. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અન્ય પશુઓમાં લમ્પી વાયરસ ન ફેલાય તે માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.

લમ્પીનો કાળો કહેર
લમ્પીનો કાળો કહેર

આ પણ વાંચોઃ ઉપલેટામાં લમ્પી વાયરસના 50 કરતા વધારે કેસ, વેક્સીનની વ્યવસ્થા અંગે તંત્ર ગયું ખાડે

લમ્પી વાયરસથી બચવા પશુપાલકોએ શું કરવું જોઈએ - આ વાયરસમાં (Lumpy virus in Gujarat) મરણનું પ્રમાણ 1થી 2 ટકા જ છે. જે પણ પશુમાં આ વાયરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઈસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવી જોઈએ. લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે. આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, 10 ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે. મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે. પશુને સારવાર આપતી વખતે હાથ સારી રીતે ધોવા જોઇએ. જેથી બીજા પશુઓમાં ચેપ ફેલાય નહીં. પશુઓને ઉકરડાથી દૂર રાખી સાંજના સમયે રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને (Lumpy virus vaccine) પ્રસરતો અટકાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.