બનાસકાંઠા : દર વર્ષે સમગ્ર ગુજરાતના લોકો ઉતરાયણ પર્વની ધામધૂમ પૂર્વક (Makar Sankranti Festival in Gujarat) ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણના પર્વમાં લોકોએ દોરી પતંગની ખરીદી કરતા બજારમાં જોવા મળતા હોય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન બજારોમાં પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પડાપડી કરતા હોય છે અને પતંગના વેપારીઓને પણ આ સમયે બિલકુલ સમય મળતો નથી.
આ વર્ષે પતંગના વેપારીઓ નવરા નકોર
પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો પતંગના વેપારીઓ એકદમ નવરા જોવા મળી રહ્યા છે અને તેનું કારણ છે કોરોના વાયરસ. દર વર્ષ ઉજવાતાં તમામ તહેવારો પર કોરોના વાયરસની મોટી અસર જોવા મળી રહી છે. જેના કારણે તહેવારોની સિઝનમાં વેપાર કરતાં વેપારીઓને (Impact of Traders on Uttarayan) મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો
પશ્ચિમ બંગાળમાંથી આવતા વાંસની આવક પણ ઘટી જતા પતંગના ઉત્પાદન પર મોટી અસર જોવા મળી રહી છે. સરકાર દ્વારા ઉતરાયણ તહેવારને લઈને પ્રસિદ્ધ કરવામાં આવેલી ગાઈડ લાઈન (Guidelines on Makar Sankranti) બાદ લોકો પતંગ અને દોરીની ખરીદી કરવાનું ખુબ જ ઓછું કરી દેતા પતંગ બજારમાં (Kite string market at Uttarayan) મંદી આવી હોવાનું વેપારીઓ માની રહ્યા છે. ઉત્તરાયણ પર્વના દસ દિવસ બાકી હોય ત્યારે જ લોકોની પતંગ અને દોરીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે બજારમાં લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Makar Sankranti 2022: જો તમને પતંગ ચગાવવી છે પરંતુ આવડતું નથી, તો જાણી લો આ સરળ રીત
વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન
આ વર્ષે ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat) પર્વના પર બજાર સુમસામ જોવા મળી હતી. કોરોના વાયરસના કારણે હાલ બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે વેપારીઓને પતંગ દોરીમાં 25 ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના (Corona at the Landing Festival) કારણે ફરી એકવાર આ વર્ષે પણ ગ્રાહકોની ઓછી સંખ્યાના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે સતત ધંધા-રોજગાર ઠપ્પ થતાં દર વર્ષ કરતાં ઓછી ખરીદી કરવી પડે છે.
આ પણ વાંચોઃ Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ પર એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરશેઃ સોનોવાલ