- વાવ થી 84 કિલોમીટર દૂર અનુભવાયો ભુકંપનો આંચક
- ભુકંપનું એ પી સેન્ટર રાજસ્થાનનું બાડમેર
- 4.0ની તીવ્રતાના ભુકંપની બનાસકાંઠાના સરહદિય વિસ્તારોમાં અસર
ન્યુઝ ડેસ્ક- ગુજરાતના કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, ત્યારે આજે બનાસકાંઠામાં પણ ભૂકંપ આંચકો આવતા લોકો ડરી ગયા હતા. વાવથી 84 કિમી દૂર આ આંચકી અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા છેક પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ હલકા આંચકા અનુભવાયા હતા.
થોડા સમય પહેલા કચ્છ અને જામનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ઉલ્લેખનીય છે કે, 21 ઓગસ્ટના રોજ કચ્છમાં બપોરે 12.08 કલાકે ફરી એકવખત ભૂકંપનો આંચકો આવતા સમગ્ર કચ્છમાં ફફડાટ ફેલાયો હતો, ત્યારે સપ્તાહ પહેલા જામનગરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાધામ મચી હતી. એ જ સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા.
અપડેટ ચાલુ...