- બનાસકાંઠામાં વાદીસમાજ વાંસમાંથી જુદી-જુદી ચીજવસ્તુઓ બનાવી મેળવે છે આજીવિકા
- કોરોનાકાળમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે વાદીસમાજ
- વાંસના ભાવમાં વધારો થતાં આજીવિકા રળવી મુશ્કેલ બની
- વાંસની બનાવટ મોંઘી થવાથી વેચાણમાં થયો 50 ટકાનો ઘટાડો
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે મોટી સંખ્યામાં વાદીસમાજના લોકો વાંસની જુદી જુદી બનાવટની ચીજવસ્તુઓ વેચી આજીવિકા ચલાવે છે.પરંતુ કોરોનાની અસર અન્ય ધંધા રોજગારોની જેમ આ વ્યવસાયમાં પણ વર્તાતા ગરીબ વાદીપરિવારના લોકો માટે જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.વાંસની બનાવટ મોંઘી થવાથી વેચાણમાં થયો 50 ટકાનો ઘટાડો
- સ્થાનિક વાંસ પર પ્રતિબંધ હોવાથી મુશ્કેલી
1986થી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થતાં વાંસના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના લીધે પશ્ચિમ બંગાળ,આસામ વગેરે રાજયોમાંથી આવતો વાંસ ઉપયોગમાં લેવાય છે. પરંતુ કોરોના બાદ જે વાંસ 150 રૂપિયામાં મળતો હતો તેની કિંમત 200 રૂપિયા થઈ જતાં વાંસની જુદી જુદી બનાવટોના ભાવ પણ વધી ગયા છે. બીજીતરફ ભાવ વધવાથી વાંસની ચીજવસ્તુઓની ખરીદીમાં સીધો 50 ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે. જેને લીધે આ વ્યવસાય સાથે સંકળાયેલા વાદીસમાજના લોકો સ્થાનિક સ્તરેથી મળતાં સસ્તાં વાંસ પરનો પ્રતિબંધ હટાવી લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા માગ કરી રહ્યાં છે.