ETV Bharat / state

પાલનપુરની 4 મોબાઇલ દુકાનોમાંથી ડુપ્લિકેટ આઈફોનની એસેસરીઝ ઝડપાઇ - Duplicate iPhone accessories

પાલનપુરમાં મોબાઈલના વેપારીઓ વધુ નફો કમાવવા ખ્યાતનામ કમ્પનીઓની એસેસરીઝનું ડુપ્લિકેશન કરી કંપની અને ગ્રાહકોને ચૂનો લગાવતાં હોય છે. આવું જ એક નકલી મોબાઈલ એસેસરીઝનું નેટર્વક બનાસકાંઠા એલ.સી.બી.અને મોબાઇલ કંપનીએ પાલનપુરથી ઝડપી પાડ્યું છે.

પાલનપુરની 4 મોબાઇલ દુકાનોમાંથી ડુપ્લિકેટ આઈફોનની એસેસરીઝ ઝડપાઇ

author img

By

Published : Jan 22, 2021, 5:51 PM IST

  • પાલનપુરની ચાર દુકાનોમાં આઇફોન કંપની અને એલસીબીના દરોડા
  • ચાર દુકાનોમાં વેચાતો ડુપ્લીકેટ આઇફોન કંપનીનો માલ કરાયો જપ્ત
  • રૂ.5.50 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
  • શહેરની જાણીતી મોબાઇલની દુકાનોના માલિકો સામે નોંધાયો કોપી રાઈટનો કેસ

પાલનપુર-પાલનપુર શહેરની ચાર જાણીતી મોબાઈલ કંપનીઓ આઈફોનની એસેસરીઝનું ડુપ્લિકેશન કરતી હોવાની ફરિયાદ આઈફોન બનાવતી કમ્પનીએ બનાસકાંઠા પોલીસને કરી હતી. જેને આધારે આજે એલ.સી.બી.પોલીસ અને મોબાઈલ કંપનીએ શહેરની ઇ મોલ,અંબિકા મોબાઈલ,અમન મોબાઈલ અને પટેલ મોબાઈલમાં દરોડા પાડ્યાં હતા. જે દરમિયાન આઈફોન બનાવતી કંપનીની નકલી એસેસરીઝ ચારેય દુકાનોમાંથી મળી આવી હતી. જેને આધારે પોલીસે ચારેય દુકાનોમાંથી કુલ રૂપિયા 5.50 લાખનો મુદ્દામાલ કબજે લઈ ચારેય દુકાનમાલિકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચારેય દુકાનદારો સામે કોપી રાઈટ એકટ મુજબ નોંધાશે ફરિયાદ

આ અંગે આઈફોન બનાવતી વિફિંગ ઇન્ટેક્ચ્યુલ કંપનીના અધિકારી વિશાલસિંહ જાડેજાએ જણાવ્યું કે પાલનપુરની આ ચાર મોબાઈલની દુકાનોમાંથી અમારી કમ્પનીની નકલી એસેસરીઝનો મોટો જથ્થો મળી આવ્યો છે. જેમની સામે અમે કોપી રાઈટ એકટ મુજબ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.