બનાસકાંઠાઃ જિલ્લાના છાપી હાઈ-વે પર પોલીસે આજે રવિવારે નવી તરકીબ અપનાવી હતી. જે મહિલા પોલીસને હાઈ-વે પર તૈનાત કરી અને માસ્ક ન પહેરેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની લડાઈમાં લોકો ફરજિયાત માસ્ક પહેરી સુરક્ષિત રહે તે માટે હવે મહિલા પોલીસને મેદાનમાં ઉતારી છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં તમામ જગ્યાઓ પર વાહન ચાલકોને પુરુષ પોલીસ દંડ વસૂલ કરતા હતા, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લામાં લોકો માસ્ક વગર બહાર ન નીકળે તે માટે મહિલા પોલીસ હાઈ-વે પર ઉભી રાખી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
મહિલા પોલીસ પણ લોકો સુરક્ષિત રહે તે માટે વાહન ચાલકોને ફરજિયાત માસ્ક પહેરી વાહન ચલાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠામાં કોરોના વાઇરસ મહામારી ના સમયમાં હવે માસ્કના પહેરનાર લોકો સામે મહિલા પોલીસે પણ સખતી વરસાવી છે.
આજે રવિવારે છાપી પંથકમાં માસ્કના પહેરનાર 70થી પણ વધુ વાહન ચાલકોને મહિલા પોલીસે દંડ ફટકાર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી ગઈ છે અને રોજે-રોજ કેસ વધતા જિલ્લામાં અત્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા 168 સુધી પહોંચી ગઈ છે, ત્યારે કેટલાક લોકો હજુ પણ બેદરકારી દાખવતા હવે મહિલા પોલીસે પણ તવાઈ વરસાવી છે.
જેમાં છાપી પંથકમાં બે કલાકમાં જ 70 જેટલા માસ્ક ન પહેરનાર વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. તેમજ મહિલા પોલીસે લોકોને સમજાવી કોરોના વાઇરસને ડામવા માટે લોકોને પણ સહયોગ આપવા અપીલ કરી હતી. તો બીજી તરફ ડીસા શહેરમાં પણ સવારથી જ ડીસા પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને માસ્ક ન પહેરેલા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી દંડ કરવામાં આવ્યો હતો.