બનાસકાંઠાઃ કોરોના વાયરસથી ચીન સંકટમાં મુકાઈ ગયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 25 જેટલા વિદ્યાર્થી ત્યાં અભ્યાસ અર્થે ગયેલા છે, જેના કારણે રોજબરોજ મળતા કોરોના વાયરસના સમાચારથી તેમના પરિવારજનો પણ ચિંતાતુર બની ગયા છે.
મૂળ દિયોદરમાં રહેતા સંજયભાઈ ત્રિવેદીનો પુત્ર નીકુજ ચાઈનાના હેનજાઉસીટીના જેજિયાંગ એરિયા રહી MBBSમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે અને હાલમાં તે વિસ્તારમાં કોરોના નામનો વાયરસ ફેલાતા નીકુજ તેમજ તેના અન્ય ગુજરાતી મિત્રો પણ ફ્લેટની બહાર નીકળી શકતા નથી. જેથી નીકુજ ના પરિવારજનો સતત ચિંતા કરી રહા છે અને સતત વિડીયો કોલ દ્વારા વાત ચિત કરી માહિતી મેળવી રહ્યા છે.
નીકુજ પરત સ્વદેશ લાવવા માટે પ્રયાસો કરે છે. નીકુજ તેમના મિત્રો સાથે 31 તારીખના રોજ પરત ફરતો હોવાથી ચીન એરપોટ ઉપર પરેશાન કરવામાં ના આવે તે માટે પરિવારજનો એ સરકાર પાસે અપીલ કરી છે.
જો કે, ચાઈનામાં અભ્યાસ કરતો નીકુજે વિડીયો કોલના માધ્યમથી ત્યાંની પરિસ્થતિ અંગે વાત ચિત કરી હતી, જો કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા પણ આવા કોઈ વિદ્યાર્થીઓ ફસાયા હોય અથવા કોઈ પરિવારને મદદ માટે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે કે જેથી બનાસકાંઠાના કોઈપણ યુવક કે યુવતી ત્યાં ફસાયા હોય તો મદદ આપી શકાય.