- 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- કલેકટર દ્વારા ધ્વજવંદન
- વૃક્ષારોપણ જેવા અન્ય કાર્યક્રમ પણ થશે
બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે જિલ્લાકક્ષાના 72માં પ્રજાસતાક પર્વની ઉજવણી થવાની છે. જેની તમામ તૈયારીઓ આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. જિલ્લા વહીવટી અને પોલીસ ટીમે તમામ બાબતોની કાળજી સાથે ધ્વજવંદન સમારોહની વ્યવસ્થા ગોઠવી છે. જેનું નિરીક્ષણ કરવા સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા આ ધ્વજવંદન સમારોહની પરેડના પૂર્વાભ્યાસનું જિલ્લા કલેકટરે જાતે નિરીક્ષણ કર્યું હતું. તેમજ કર્મચારી તથા અધિકારીઓને પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.
250 વ્યક્તિઓનું જ કરાયું આયોજન
બનાસકાંઠા જિલ્લામાં રસી આવ્યા બાદ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ હજુ સાવચેતીની જરૂર હોવાથી ધ્વજવંદન સમારોહમાં કલેકટર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવાયાં છે.જિલ્લા કલેકટર દ્વારા થનાર આ ધ્વજવંદન સમારોહમાં માત્ર 250 વ્યક્તિઓનું જ આયોજન કરાયું છે. ઓછાં મહેમાનો અને ઓછી પ્રજા વચ્ચે પાલનપુરમાં આ ધ્વજવંદન સમારોહ યોજાશે તેવું કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
ક્યાં કાર્યક્રમો થશે ?
ગણતંત્ર દિવસની ઉજવણી પર ધ્વજવંદન ઉપરાંત પોલીલ પરેડ, હર્ષ ધ્વનિ, કલેક્ટરનું અભિભાષણ, રાષ્ટ્રગાન તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો થશે.