ETV Bharat / state

અંબાજી મંદિર દ્વારા આયુર્વેદિક ઉકાળા અને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ - આદીવાસી વિસ્તારમાં આયુર્વેદીક ઉકાળા

કોરોના કાળમાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રજાઉપયોગી સેવાયજ્ઞ શરુ કર્યો છે. અંબાજી કોવિડ હેલ્થ સેન્ટરમાં લાખો રૂપિયાના ખર્ચે કાયમી ઓક્સિજન પ્લાન્ટ નાખવાની તૈયારી શરૂ કરી છે. ત્યારેસ હવે આદીવાસી વિસ્તારમાં આયુર્વેદીક ઉકાળા વિતરણનો કાર્યક્રમ પ્રારંભ કરાયો છે.

અંબાજી મંદિર દ્વારા આયુર્વેદિક ઉકાળા અને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ

author img

By

Published : May 20, 2021, 4:23 PM IST

  • કોરોનાકાળમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રજા ઉપયોગી સેવાયજ્ઞ શરુ કરાયો
  • અંબાજી કોવીડ હેલ્થ સેન્ટરમાં લાખો રુપીયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની તૈયારી
  • આદીવાસી વિસ્તારમાં આયુર્વેદીક ઉકાળા વિતરણનો પ્રારંભ કરાવ્યો

બનાસકાંઠા: કોરોનાના કહેરને કારણે અંબાજી મંદિરએ એક સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં, મંદિર દ્વારા અંબાજી આજુબાજુના ગરીબ આદિજાતિ સમુદાયના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદીક ઉકાળા અને આર્સેનીક આલ્બમ દવા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી મંદિર દ્વારા આયુર્વેદિક ઉકાળા અને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાની નેનાવા બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ કરાઇ

આર્સેનિક આલ્બમ દવા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન

યાત્રાધામ અંબાજી ખાતે આજે ગુરૂવારે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે અમીરગઢ તાલુકાના 71 ગામો માટે આયુર્વેદીક ઉકાળાના વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત, દાંતા તાલુકાના 187 ગામો અને અમીરગઢ તાલુકાના 71 ગામો મળી કુલ 258 ગામોમાં 10 વાહનો દ્વારા આયુર્વેદીક ઉકાળા અને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવાની કામગીરી પુરજોશમાં શરુ કરી છે.

આ પણ વાંચો: જિલ્લા આયોજન અધિકારીએ વાવાઝોડાના પગલે વાવ પંથકની મુલાકાત લીધી

કોરોના દર્દીઓ સહીત તેમના સગાઓને જમવાની વ્યવસ્થા

આ બન્ને તાલુકાઓમાં 770 કિલો આયુર્વેદીક ઉકાળો અને 77750 પેકેટ આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવશે. એટલુ જ નહી અંબાજી કોવીડ હેલ્થ સેન્ટરમાં કોરોના દર્દીઓ સહીત તેમની સાથે રહેતા તેમના સગાઓને પણ બન્ને ટાઈમ જમવાની વ્યવસ્થા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.