બનાસકાંઠા: રાજયમાં સતત હત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા આત્મહત્યા જેવી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિશા શહેરમાં બનેલી ગંભીર હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ જેલ હવાલે કર્યો છે. આ સમગ્ર હત્યા કેસની વિગતો જોઈએ તો ડીસા પાલનપુર હાઇવે પર માર્કેટયાર્ડની સામે એલિવેટેડબ્રિજ નીચે ગઈકાલે શંકાસ્પદ એક અજાણ્યા શ્રમજીવી યુવકની સવારના સમયે લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
હત્યા કેસ પાછળ કોણ: જે અંગેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ સ્થળ પર મૃતદેહનો કબજો મેળવી તમામ હત્યા કેસ પાછળ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આ હત્યા કેસમાં ડીસા દક્ષિણ પોલીસ જિલ્લા એલસીબી પોલીસ સહિત જિલ્લા પોલીસવાળા અક્ષયરાજ મકવાણા પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં શ્રમજીવીની હત્યા કરાઈ છે. તેનું પંચનામું કર્યું હતું. જે બાદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. શ્રમજીવીની હત્યા કેસમાં પોલીસ આ મામલે સતર્ક બની ત્વરિત તપાસ હાથ ધરી હતી.
"તારીખ 18 /05/ 2023 ના રોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજમંદિર નજીક એક મર્ડરની ઘટના બની હતી. જેમાં પોલિસે કાર્યવાહી હાથ ધરી અને ગુનો શોધી કાઢવામાં આવેલ છે. આરોપી ઈશ્વરજી શંકરજી માજીરાણા કે જે પણ ડીસાના છે. ઉંમર વર્ષ લગભગ 60 જેટલી છે અને આ પ્રકરણના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે. સંયોગીક તથા દાર્શનિક પુરાવાઓ ભેગા કરી અને આગળની આ તપાસ હાથ ધરી છે-- ડૉ.કુશલ ઓઝા (ડી.વાય.એસ.પી)
સામાન્ય બાબતે બોલાચાલી: આજુબાજુના સીસીટીવી તેમજ લોકોની પૂછપરછ કરતા મૃતક યુવક વિઠોદર ગામનો શ્રવણજી વિરમાજી રાવળ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક શ્રવણજી રાવળ રિક્ષા લઈ મજૂરી કરતો હોવાથી તેની સાથે કોણ હોય છે તે અંગે પોલીસે આજુબાજુના વેપારીઓ તેમજ માર્કેટયાર્ડના મુખ્ય ગેટના સીસીટીવી ચેક કરતા મૃતક શ્રવણજી તેના મિત્ર ઇશ્વરજી શંકરજી મકવાણા માર્કેટયાર્ડમાંથી જમવાનું પાર્સલ લઈ બ્રિજ નીચે આવ્યા હોવાનું દેખાયું હતું. જેથી પોલીસે તરત જ તેના મિત્ર ઈશ્વરજી મકવાણાની શોધખોળ હાથ કરી હતી. તેને પકડી પૂછપરછ કરતા તે પડી ભાગ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી.