અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. મોટા ભાગના લોકો લગ્નની કંકોત્રી ઉપર ખૂબ ખર્ચ કરીને અવનવી કાગળની કંકોત્રી છપાવીને પોતાનો રુતબો બતાવતા હોય છે. જોકે કાગળની કંકોત્રી ગમે તેટલી મોંઘી હોય પણ લગ્ન બાદ લોકો તેને કચરામાં ફેંકી દેતા હોય છે. અને તેના કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. ત્યારે લગ્નની કંકોત્રી કોઈ કચરામાં ન ફેંકે અને પર્યાવરણને કોઈ નુકશાન ન થાય તે માટે પાલનપુરના ગઢ ગામના જયંતી ભૂટકાએ પોતાના દીકરા શૈલેષના લગ્નમાં કાપડની થેલી ઉપર લગ્નની કંકોત્રી છપાવી છે.
પાલનપુરમાં લગ્નની કંકોત્રી દ્વારા પર્યાવરણ જાગૃતીની પહેલ કરાઈ - environment
બનાસકાંઠાઃ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. મોટા ભાગના લોકો કાગળની અવનવી મોંઘીદાટ લગ્નની કંકોત્રી છપાવતા હોય છે. જો કે, લગ્ન બાદ લોકો કંકોત્રીને કચરામાં ફેંકી દેતાં હોય છે. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે. પાલનપુરના ગઢ ગામના જયંતી ભૂટકાએ પોતાના પુત્રના લગ્નમાં કાપડની થેલી ઉપર કંકોત્રી છપાવીને પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે.