સરકારી કેન્દ્ર હોવાના લીધે બાળકોને અહી તાલીમ માટે કોઈ શુલ્ક ચૂકવવો પડતો નથી. હાલની જ જો વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ડીસાના દિવ્યાંગ ભવનમાં તાલીમ મેળવી રહેલા બાળકોની સર્જન શક્તિનો વિકાસ થાય અને દિવ્યાંગ બાળકો પગભર બને તે માટે માટીના સુંદર કોડિયા બનાવવામાં આવી રહ્યાં છે. તાલીમ મેળવી રહેલા દિવ્યાંગ બાળકો જાતે જ કોડિયા બનાવે છે અને તેનું વેચાણ પણ કરવામાં આવે છે. આ વેંચાણ કર્યા બાદ જે આવક થાય છે તે આવક આ દિવ્યાંગ બાળકોના વિકાસ માટે જ કરવામાં આવતી હોવાનું અહીના અંધજન મંડળના સંચાલકે જણાવ્યું હતું.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળી બજારોમાં ઠેર ઠેર વિદેશી કોડિયાઓ અને લાઈટોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને હાલ લોકો બહારના દેશોની વસ્તુનું ઓનલાઈન ખરીદીમાં વધુ ધ્યાન આપે છે. જેના કારણે ઉદ્યોગો ભાંગી પડ્યા છે. ખાસ કરીને વર્ષોથી નાના પરિવારો પોતાના પરિવારની દિવાળી ઉજવવા માટે બજારોમાં માટીના કોડિયા વેંચતા હોય છે, ત્યારે વિદેશી વસ્તુના વેંચાણ વધતા આવા પરિવારો હાલ બેકાર બેઠા છે.