બનાસકાંઠા: વાવ તાલુકા પંચાયતની પ્રમુખ -ઉપપ્રમુખની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપ પ્રમુખ બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. જેમાં વાવ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા. જેનો તાલુકા પંચાયત સદસ્યો દ્વારા આભાર વિધિ પણ કરાઈ હતી અને પ્રમુખ અને ઉપ પ્રમુખે પણ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે શનિવારના રોજ પ્રમુખ ધુડીબેન વિહાજી રાજપુતે તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો.
જેમાં તાલુકા પંચાયતના સદસ્યો પણ હાજર રહ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા માવજીભાઈ પણ હાજર રહ્યા હતા.