બનાસકાંઠાઃ હાલમાં સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં પણ મેઘ મહેર બાન થયા છે. ત્યારે જિલ્લાના પર્યટન સ્થળ તરીકે માનવામાં આવતુ નડેશ્વરી માતાના મંદિર પાસે પાણી ભરાયા છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલુ પૌરાણિક નડેશ્વરી માતાના મંદિરે આજે મંગળવારના રોજ ભક્તોની દર્શન કરવામાં માટે ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે દરિયાની જેમ ભરાયેલા પાણીમાં લોકોએ મજા માણી હતી.
ભારત અને પાકિસ્તાનની સરહદ પર કહેવામાં આવે છે કે નડેશ્વરી માતા સૈનિકોની સાક્ષાત રક્ષા કરે છે. જેથી આ મંદિરની તમામ પૂજા-અર્ચના અહીં બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકો દ્વારા કરવામાં આવે છે. નડેશ્વરી માતાના મંદિરને બનાસકાંઠા જિલ્લામાં પર્યટક સ્થળ તરીકે પણ માનવામાં આવે છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા સારા વરસાદના કારણે અહીં આવેલા ત્રણ દરિયાની જેમ પાણીથી ભરાયા છે.
જેના કારણે અહીં આવતા ભક્તોએ નડેશ્વરી માતાના દર્શન કરી અને રણમાં પાણીની મજા માણી હતી. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું આ નડેશ્વરી મંદિર બનાસકાંઠા જિલ્લાવાસીઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં નડેશ્વરી માતાના દર્શન કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. રણની વચ્ચોવચ આવેલું આ મંદિર હાલમાં એક આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ખાસ કરીને આજુબાજુના વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે તળાવમાં પાણી ભરાય છે. જેના કારણે હાલ આ રણ દરિયા જેવું જોવા મળી રહી છે. જેના કારણે તેને જોવા માટે મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટી પડ્યા છે.