ETV Bharat / state

પાલનપુરના નાયબ મામલતદાર કોરોનાને હંફાવ્યા બાદ મોતને ભેટ્યા

પાલનપુરની કલેક્ટર કચેરીમાં સપ્લાયર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદારનું શુક્રવારના રોજ મધરાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

પાલનપુરના નાયબ મામલતદાર કોરોનાને હંફાવ્યાના 15 દિવસ બાદ મોતને ભેટ્યા

author img

By

Published : Jan 2, 2021, 6:16 PM IST

Updated : Jan 2, 2021, 9:22 PM IST

  • પાલનપુરના નાયબ મામલતદારનું શુક્રવારના રોજ મોત નિપજ્યું
  • મહિના અગાઉ કોરોના થતા 15 દિવસ પૂર્વે રજા લઈ ઘરે કોવોરોન્ટીન હતાં
  • ભરત એમ પટેલના આકસ્મિક નિધનથી કલેક્ટર કચેરીમાં સોપો પડ્યો

બનાસકાંઠાઃ પાલનપુરની કલેક્ટર કચેરીમાં સપ્લાયર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદારનું શુક્રવારના રોજ મધરાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહિના અગાઉ કોરોના થતા 15 દિવસ પૂર્વે રજા લઈ ઘરે આરામમાં હતા. તેવામાં તબિયત બગડતા અચાનક જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યાર બાદ નાયબ મામલતદારનું શુક્રવારના રોજ મધરાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

પાલનપુરના નાયબ મામલતદાર નું આકસ્મિક મૃત્યું

સમગ્ર મહેસુલી વિભાગમાં સ્વચ્છ પ્રતિભા તરીકેની લોકચાહના ધરાવતા ભરત એમ પટેલના આકસ્મિક નિધનથી કલેક્ટર કચેરી સંકુલમાં સોપો પડી ગયો છે. ભરતભાઈને એક મહિના અગાઉ કોરોના થયો હતો. જેની સારવાર બાદ ઘરે આઇસોલેશન દરમિયાન વધુ તબિયત બગડી હતી અને લીવરમાં ડેમેજ થતા તેમનું આકસ્મિક મોત થયું હતું. કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે "1986માં ફરજમાં જોડાયા હતા. તેમણે પાલનપુર વડગામ, દાંતા, દિયોદર અને થરાદની મામલતદાર કચેરીઓમાં તેમજ પાલનપુર કલેકટર કચેરીમાં પણ જુદા-જુદા વિભાગોમાં કાર્યદક્ષ અધિકારી તરીકેની ભૂમિકા અદા કરી હતી.

Last Updated : Jan 2, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.