- દિયોદર પોલીસે 2017 અને 2020નો વિદેશી દારૂનો નાશ કર્યો
- 2017 થી 2020 દરમિયાન વિદેશી દારૂના કુલ 263 કેસ નોંધાયા હતા
- બનાસકાંઠામાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો
બનાંસકાંઠાઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ પીવાય છે અને વેચાય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે બુટલેગરો દ્વારા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી મોટા પ્રમાણમાં દારૂ જથ્થો બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની સરહદો પર મોટા પ્રમાણમાં રાત્રી દરમિયાન પોલીસને ચકમો આપી બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂ બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવે છે પરંતુ કેટલીકવાર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વિદેશી દારૂ અમીરગઢ બોર્ડર પરથી ઝડપાય છે, ત્યારે વર્ષ દરમિયાન પોલીસ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ખાનગી બાતમીના આધારે દરોડા દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે.
આપણ વાંચોઃ રાજકોટના ગોંડલમાં પોલીસે દોઢ કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો
દિયોદર પોલીસે દારૂના જથ્થાનો નાશ કર્યો
દિયોદર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનું વેચાણ થતું હતું, ત્યારે દિયોદર હદ વિસ્તારમાં આવતી પોલીસ દ્વારા અવાર-નવાર પેટ્રોલિંગ દરમિયાન દિયોદર હદ વિસ્તારમાં અત્યાર સુધી અને જગ્યા પર વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસે વર્ષ 2017 થી 2020 દરમિયાન વિદેશી દારૂના કુલ 263 કેસ નોંધાયા હતા. જેમાં પોલીસે અલગ-અલગ સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 75,962 બોટલ કિંમત રૂપિયા 69,11,312 નો દારૂ બુધવારના રોજ નામદાર દિયોદર કોર્ટ અને લાખણી કોર્ટના હુકમ મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી .એચ. ચૌધરી તેમજ નાયબ કલેક્ટર એમ. એમ. દેસાઈ તથા દિયોદર પી. એસ .આઈ .એચ પી દેસાઇની તેમજ પ્રોબેશનલ પી.આઈ એસ.જી.મેરની હાજરીમાં લુદરા ગામની સિમમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
69,11,312 રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા ઝડપવ્યો
આ અંગે દિયોદરના નાયબ કલેક્ટર એમ એમ દેસાઈએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દિયોદર તાલુકામાં વર્ષ 2017 થી 2020 દરમિયાન 69,11,312 રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા ઝડપવામાં આવેલા છે. જે દારૂનો આજે નામદાર કોર્ટ દિયોદર અને લાખણી કોર્ટના હુકમ મુજબ લુદ્રા ગામની સિમમાં નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિક્ષકે મીડિયા સંબોધન કરતા જણાવ્યું
આ અંગે દિયોદર પોલીસ અધિક્ષક પી.એચ ચૌધરીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દિયોદર હદ વિસ્તારમાંથી વર્ષ 2017 થી 2020 દરમિયાન ઝડપી પાડવામાં આવેલો વિદેશી દારૂનો દિયોદર નામદાર કોર્ટને લાખણી કોર્ટના હુકમથી લુદરા ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.