ETV Bharat / state

બનાસકાંઠાના દિયોદરની કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં આનંદો - ખેડૂતો

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં છેલ્લાં ઘણા સમયથી કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. દિયોદરના ધારાસભ્યની સતત રજૂઆતના પગલે બુધવારે દિયોદરની સુજલામ સુફલામ યોજનામાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

delight-in-farmers-for-water-released-in-deodar-canal-baanaskanth
દિયોદર તાલુકાની કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં આનંદો
author img

By

Published : Jan 29, 2020, 8:44 PM IST

બનાસકાઠાઃ દિયોદર તાલુકામાં આવેલી જસાલી-સોનીથી લાખણી તરફ જતી સુજલામ સુફૂલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકાના સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા દ્વારા મુખ્ચ પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર લખી તેમજ નર્મદા વિભાગના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી નહેરમાં પાણી છોડવા માટે રજૂઆત કરી હતી.

બનાસકાંઠાના દિયોદરની કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં આનંદો

જેમાં ધારાસભ્યની રજૂઆત ધ્યાને લઇ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા બુધવારે દિયોદર તાલુકાના જસાલી અને સોની તરફથી લાખણી તરફ જતી સુજલામ સુફૂલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ બાબતે સ્થાનિક ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાએ જણાવ્યું કે, મહેસાણા અને પાટણ જિલ્લાની સુજલામ સુફૂલામ કેનાલમાં પાણી ભરાયેલા રહે છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની કેનાલ કોરી ધાકોર હતી. જેમાં મેં નર્મદા વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી. મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને સુજલામ સુફૂલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા હું અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું.

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, આ વિસ્તારમાં ઘણા સમયથી આ કેનાલમાં પાણી છોડવા ન આવતા કેનાલ કોરી પડી હતી. ચૂંટણી વખતે માત્ર આશ્વાસન માટે પાણી છોડવામાં આવે છે. સ્થાનિક ધારાસભ્યની ખેડૂતલક્ષી રજૂઆતમાં આ પાણી છોડવા માં આવ્યું છે. આ કેનાલમાં 24 કલાક પાણી છોડવામાં આવે, તો આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે તેમ છે.

એક બાજૂ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન આવ્યું છે. જેમાં હવે ખેડૂતો શિયાળુ પાક બાદ ઉનાળો પાક પણ સારો જાય તેવી આશા રાખીને બેઠા છે. ત્યારે સુજલામ સુફૂલામ કેનાલમાં નીર આવતા ખેડૂતો ખુશ થયા છે. આ કેનાલમાં સતત પાણીનો પ્રવાહ રહે તેવું સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.29 01 2020

સ્લગ..બનાસકાંઠા ના દિયોદર તાલુકામાં સુજલામ સુફૂલામ કેનાલ પાણી છોડતા ખેડૂતો ખુશ...

એન્કર ... બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા ત્યારે દિયોદર ના ધારાસભ્ય ની સતત રજૂઆતના પગલે આજે દિયોદરની સુજલામ સુફલામ યોજના માં પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી...
Body:
વિઓ..બનાસકાઠા જીલ્લાના દિયોદર તાલુકામાં આવેલ જસાલી, સોનીથી લાખણી તરફ જતી સુજલામ સુફૂલામ કેનાલમાં પાણી છોડવા માં આવતા ખેડૂતો માં આનદ જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકાના સ્થાનિક કોગ્રેસ ના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા દ્વારા સી એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ને પત્ર લખી તેમજ નર્મદા વિભાગ ના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી નહેરમાં પાણી છોડવા માટે રજૂઆત કરી હતી. જેમાં ધારાસભ્યની રજૂઆત ધ્યાને લઇ નર્મદા વિભાગ ના અધિકારીઓ દ્વારા આજે દિયોદર તાલુકા ના જસાલી અને સોની તરફ થી લાખણી તરફ જતી સુજલામ સુફૂલામ કેનાલ માં પાણી છોડવા માં આવતા ખેડૂતો માં આનદ ની લાગણી જોવા મળી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા એ જણાવેલ કે મહેસાણા અને પાટણ જીલ્લા ની સુજલામ સુફૂલામ કેનાલ માં પાણી ભરાયલા રહે છે જેમાં બનાસકાંઠા જીલ્લા માં કેનાલ કોરી ધાકાર હતી જેમાં મેં નર્મદા વિભાગ ના અધિકારી સાથે વાત કરતા અને મારી રજૂઆત ધ્યાને લઇ સુજલામ સુફૂલામ કેનાલ માં પાણી છોડવા માં આવતા હું અધિકારીઓ નો આભાર વ્યક્ત કરું છે...

બાઇટ ....શીવાભાઈ ભુરીયા ( સ્થાનિક ધારાસભ્ય, દિયોદર )
Conclusion:
વીઓ...જો કે સ્થાનિક ખેડૂતો નું કહેવું છે કે આ વિસ્તાર માં ઘણા સમય થી આ કેનાલ માં પાણી છોડવા ના આવતા કેનાલ કોરી પડી હતી ચુંટણી વખતે માત્ર આશ્વાસન માટે પાણી છોડવા માં આવે છે પરતું સ્થાનિક ધારાસભ્ય ની ખેડૂત લક્ષી રજૂઆત માં આ પાણી છોડવા માં આવ્યું છે આ કેનાલ માં ૨૪ કલાક પાણી છોડવા માં આવે તો આ વિસ્તાર માં પાણી ના તળ ઊંચા આવે તેમ છે.એક બાજુ સરહદી વિસ્તાર માં કમોસમી વરસાદ ના કારણે આર્થિક નુકશાન આવ્યું છે જેમાં હવે ખેડૂતો શિયાળુ પાક બાદ ઉનાળો પાક સારો જાય તેવી આશા રાખી ને બેઠા છે ત્યારે સુજલામ સુફૂલામ કેનાલ માં પાણી ના નીર આવતા ખેડૂતો ખુશ થયા છે જો કે આ કેનાલ માં સતત પાણી નો પ્રવાહ રહે તેવું સ્થાનિક ખેડૂતો ઈશી રહા છે....

બાઇટ....ડુંગરાભાઈ પટેલ
( ખેડૂત )

બાઇટ...જ્યંયીભાઈ પટેલ
( ખેડૂત )

બાઇટ...દિનેશભાઇ ચૌધરી ( ખેડૂત )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.