ETV Bharat / state

ડીસાની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવી ગરીબ મહિલાઓમાં કર્યું વિતરણ - rakshabandhan

ડીસાની નવજીવન બી.એડ. કોલેજ દ્વારા વેસ્ટ ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવામાં આવી રહી છે અને આ રાખડીઓ બન્યા બાદ તેને ગરીબ મહિલાઓમાં વિતરણ કરવામાં આવશે.

વેસ્ટમાંથી બેસ્ટ રાખડી
વેસ્ટમાંથી બેસ્ટ રાખડી
author img

By

Published : Aug 21, 2021, 7:39 AM IST

  • ડીસાની નવજીવન બી.એડ કોલેજમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી
  • વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવી
  • તમામ રાખડીઓમાં કોરોના અંગે જાગૃતિ દર્શાવાઈ

ડીસા: છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે તેની સીધી અસર તમામ તહેવારો પર જોવા મળી રહી છે, ત્યારે આગામી સમયમાં આવનારા રક્ષાબંધનના પર્વ પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. દર વર્ષે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા વિદ્યાર્થીઓને રાખડી બાંધી અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હતી.

વેસ્ટમાંથી બેસ્ટ રાખડી

આ પણ વાંચો- છત્તીસગઢ: મેડિકલ સ્ટાફે PPE કીટ પહેરી કોરોના દર્દીઓને રાખડી બાંધી

વિદ્યાર્થીઓ દ્વારા જાતે રાખડી બનાવી ગરીબ મહિલાઓમાં કરાશે વિતરણ

કોરોનાની મહામારીના કારણે હાલમાં તમામ શાળાઓ બંધ હોવાના કારણે વિદ્યાર્થીનીઓ દ્વારા હાલમાં જાતે જ રાખડી બનાવી અને ગરીબ મહિલાઓમાં વિતરણ કરી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઇ રહી છે.

વિદ્યાર્થીનીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવાઈ

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના લીધે શાળાઓ અને કોલેજોનું શિક્ષણ કાર્ય બંધ છે અને હવે એકવાર ફરી અનલોકની પ્રક્રિયાના ભાગરૂપે શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે શિક્ષણ કાર્ય શરૂ થતાં જ શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રચનાત્મક પ્રવૃતિઓ પણ કરી રહી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રચનાત્મક શક્તિઓનો વિકાસ થાય તે માટે બી એડ કોલેજમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવી ગરીબ મહિલાઓમાં કર્યું વિતરણ

નકામી ચીજવસ્તુઓને એકત્રિત કરી રાખડીઓ બનાવી

આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓમાં બી.એડ.કોલેજમાં વિદ્યાર્થીનીઓને નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવાની કામગીરી કરાવવામાં આવી હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ નકામી ચીજવસ્તુઓને એકત્રિત કરી તેમાંથી રાખડીઓ બનાવી હતી. આ રાખડીઓ બનાવીને હવે કોલેજની વિદ્યાર્થીનીઓ શહેરની ગરીબ મહિલાઓને આ રાખડીઓ ભેટ સ્વરૂપે આપશે.

રાખડીમાં કોરોના અંગે જાગૃતિ દર્શાવાઈ

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે. સહુથી ઝડપી સંક્રમણ ફેલાવતા આ વાઇરસને પગલે લાખો લોકો તેનો શિકાર થઈ ચૂક્યા છે, ત્યારે કોલેજ દ્વારા લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ આવે અને લોકો કોરોના વાઇરસને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇનનું પાલન કરતાં થાય તે માટેના સંદેશ પણ આ રાખડીઓ પર બનાવવામાં આવ્યા છે. જેથી કોરોના સામેની લડાઈમાં લોકો રાખડીના માધ્યમથી જાગૃત બની શકે.

આ પણ વાંચો- બરોડા યુથ ફેડરેશન દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી, વડાપ્રધાન મોદીની થીમવાળી રાખડી બહેનોએ બાંધી

શિક્ષણ સાથે કોરોના જાગૃતિ

કોરોના વાઇરસને લઈ છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલું શિક્ષણ કાર્ય એકવાર ફરી શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોરોનાના કારણે શિક્ષણ કાર્યમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે. સરકારની ગાઈડલાઇન સાથે શરૂ થયેલા શિક્ષણ કાર્યમાં બાળકોને શિક્ષણ સાથે સાથે કોરોના સામે પણ જાગૃત બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે કોરોના પ્રત્યેની આ જાગૃતિ આગામી સમયમાં કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળતા અપાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.