- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં વધારો
- કોરોના વાઇરસની સાંકળ તોડવા વેપારીઓ તૈયાર
- ડીસામાં ધંધા-રોજગાર બંધ થતાની સાથે જ રસ્તાઓ બન્યા સૂમસામ
ડીસા: એક તરફ સમગ્ર ગુજરાતભરમાં કરોના વાઇરસની મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતા જતા સંક્રમણના કારણે ગુજરાતમાં રોજ હજારોની સંખ્યામાં કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે અને વાઇરસ સામેની લડાઈમાં હારી જતાં અનેક લોકો મોતને પણ ભેટે છે. ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાઇરસના કેસમાં સતત વધારો થયો છે. આમ તો બનાસકાંઠા જિલ્લામાંમાં 20 જેટલા કેસો સામે આવતા હતા,પરંતુ છેલ્લા પાંચ દિવસથી રોજના 100 કોરોનાવાઇરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધુ લોકોનું સંક્રમણ ડીસા અને પાલનપુરમાં થયું છે, જેના કારણે હાલમાં ડીસાને પાલનપુરમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થતાં ડીસા અને પાલનપુરને હોસપોટ કરવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની સાંકળ તોડવા વેપારીઓ તૈયાર
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસોના કારણે હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સતત કોરોના વાઇરસના વધતા જતા કેસના કારણે લોકોને ગત વર્ષનો સમય યાદ આવી રહ્યો છે, જેના કારણે હાલમાં કોરોના વાઇરસની સાંકળ તોડવા માટે ડીસાના તમામ વેપારીઓ આગળ આવ્યા છે અને બે દિવસ અગાઉ જ ડીસાના વેપારીઓ અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઠવાડિયાના બે દિવસ તમામ ધંધા-રોજગાર બંધ કરવા માટે વેપારીઓ સ્વયંભુ નિર્ણય કર્યો હતો, ત્યારે આજે 6:00 આની સાથે જ તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરવાનું શરૂઆત કરી દીધી હતી અને ધીમે-ધીમે એક કલાકમાં તમામ દુકાનોના શટર બંધ થઈ ગયા હતા.
આ પણ વાંચો : લુણાવાડામાં વેપારીઓએ સ્વૈચ્છીક બજારો બંધ રાખવાનો કર્યો નિર્ણય
ડીસામાં ધંધા-રોજગાર બંધ થતાની સાથે જ રસ્તાઓ બન્યા સૂમસામ
એક તરફ હાલમાં લગ્નની સિઝન આવી રહી છે અને વર્ષમાં એપ્રિલ મહિનામાં જ વેપારીઓ સૌથી વધુ ધંધો કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લગ્નની સિઝન આવી રહી છે અને ડીસાએ બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક માનવામાં આવે છે. જેના કારણે આજુબાજુના તાલુકામાંથી ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે સતત લોકોનું સંક્રમણ વધી રહ્યું છે અને જેના કારણે કોરોના વાઇરસના કેસોમાં વધારો જોવા મળી રહે છે. તેને અટકાવવા માટે આજે વેપારીઓએ તમામ ધંધા-રોજગાર બંધ કર્યા હતા. જેના કારણે લોકડાઉનની જેમ તમામ રસ્તાઓ સૂમસામ બન્યા હતા. ગત વર્ષે જે પ્રમાણે કોરોના વાઇરસના કેસોમાં વધારો થયો હતો અને લોકડાઉન કરવામાં આવ્યુ હતું. તે પ્રમાણે જ આજે ધંધા-રોજગાર બંધ થતાની સાથે જ તમામ ડીસા શહેરના રસ્તાઓ બંધ થયા હતા.
આ પણ વાંચો : ભુજમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 12 વ્યક્તિઓ દ્વારા જાહેરનામાનો ભંગ, 9 વાહન ડિટેઇન
વેપારીઓ કોરોનાને હરાવવા તૈયાર
આ અંગે ડીસા વેપારી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદીએ ETV Bharat ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી ડીસામાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં હાલ ભય જોવા મળી રહ્યો છે, ત્યારે આ કોરોના વાઇરસની સાંકળને તોડવા માટે આજે તમામ વેપારીઓ એક થયા હતા અને 6:00 તમામ ધંધા-રોજગાર વેપારીઓએ બંધ કર્યા હતા. લગ્નની સિઝન હોવા છતાં પણ એક હજારથી પણ વધુ દુકાનો આજે બંધ કરી હતી અને સોમવારથી મુજબ તમામ ધંધા-રોજગાર સરકારની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવશે જેથી કોરોના સંક્રમણ વધે નહીં.