- ડીસામાં 12 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ
- વકીલ બાર એસોસિએશન દ્વારા આરોપીનો કેસ ન લડવા મહત્વનો નિર્ણય
- કાફાંસીની સજાની માગ
ડીસા : જિલ્લામાં ગઈકાલ દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સગા મામાના દીકરાએ પોતાની ફઈની દીકરી ગણાતી બહેનને ફોસલાવી પોતાની હવસ સંતોષવા માટે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આ વાતની જાણ કોઈને ન થાય તે માટે આરોપી નીતિન માળીએ તેની બહેનનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક મૃતદેહ પર કબ્જો મેળવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. તો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપી સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો.
વકીલ બાર એસોસિએશનનો નિર્ણય
સમગ્ર ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લા વાસીઓમાં ઘેરા પ્રત્યાઘાતની લાગણીઓ જોવા મળી રહી છે, ત્યારે રવિવારે ડીસા વકીલ બાર એસોસિએશન દ્વારા 12 વર્ષીય બાળકી કે જેના પર દુષ્કર્મ આચર્વામાં આવ્યું હતું તેના સમર્થનમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. ગતરોજ બનેલી ઘટનામાં વકીલ એસોસિએશન એક થઈ અને બાળકીને ન્યાય મળે તે માટે ડીસામાં એકપણ વકીલ આરોપીનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.
ફાંસીની સજાની માંગ
બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી હત્યાની ઘટનાઓને લઈ હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગતરોજ બનેલી ઘટનામાં લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હત્યાની ઘટનામાં ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. હાલ ડીસા તેમજ બનાસકાંઠા જિલ્લાના લોકો એક જ માગ કરી રહ્યા છે કે ગઈકાલ બનેલી ઘટનામાં આરોપીને ફાંસીની સજા કરવામાં આવે જેનાથી ભોગ બનનાર બાળકીને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે.
આ પણ વાંચો : ડીસામાં 12 વર્ષની મૂકબધિર બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ડીસામાં 12 વર્ષની મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.