ડીસા: નોવેલ કોરોના (કોવિડ-19)ની વૈશ્વિક મહામારીના લોકડાઉનના સમયમાં રોજ કમાઇને ખાનારા ગરીબ લોકોને ભોજન મળી રહે તે માટે દાતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દાનની સરવાણી વહાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા લોકોને લોકડાઉનના સમયમાં અગવડ ન પડે તે માટે ડીસાના બિલ્ડર પી. એન. માળી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. ગરીબ લોકોને 15 દિવસ ચાલે તેટલા જથ્થાની 12 હજાર જેટલી રાશન કીટ તૈયાર કરાવી તેનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રને પી. એન. માળીએ શનિવારે 300 જેટલી રાશન કીટો એનાયત કરી હતી. અગાઉ પણ તેમણે બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેને 1100 રાશન કરી એનાયત કરી હતી.