ETV Bharat / state

ડીસા ACBની સફળ ટ્રેપ, પોલીસ કોસ્ટેબલને પાંચ હજારની લાંચ લેતા ઝડ્પયો - ACB team

બનાસકાંઠાના ડીસામાં ગુરૂવારે એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. કોન્સ્ટેબલે એક અરજદારને સેકન્ડમાં ખરીદેલો મોબાઈલ ચોરીનો હોવાનું જણાવી ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી, તેમજ ધમકી બાદ તેમની પાસેથી પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા ACBની ટીમે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

Deesa ACB'
ડીસા ACBની સફળ ટ્રેપ, પોલીસ કોસ્ટેબલને પાંચ હજારની લાંચ લેતા ઝડ્પયો
author img

By

Published : Jul 23, 2020, 8:13 PM IST

ડીસામાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

  • અરજદારને સેકન્ડમાં ખરીદેલો મોબાઈલ ચોરીનો હોવાનું જણાવી લાંચ માગી
  • 5000 રૂપિયાની લાંચ લેતા ACBની ટીમે રંગે હાથે ઝડ્પયો
  • ACBની ટીમે કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં ગુરૂવારે એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. કોન્સ્ટેબલે એક અરજદારને સેકન્ડમાં ખરીદેલો મોબાઈલ ચોરીનો હોવાનું જણાવી ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી, તેમજ ઘમકી બાદ તેમની પાસેથી પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા ACBની ટીમે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

ડીસા ACBની સફળ ટ્રેપ, પોલીસ કોસ્ટેબલને પાંચ હજારની લાંચ લેતા ઝડ્પયો

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનો લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. દેશના લોકોની રક્ષા કરવા માટે પોલીસ જવનોની ભરતી કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલીક વાર પોલીસ જવાનો પૈસા કમાવવાની લાલચમાં મોટા મોટા ગુનાઓ સગેવગે કરી દેતા હોય છે.

જિલ્લામાં અગાઉ દાંતીવાડા અને આગથળા પોલીસ મથકમાં બે પોલીસ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા, ત્યારે વધુ એક પોલીસ કર્મચારી ગુરૂવારે લાંચ લેતા ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા હવે લોકોને પોલીસ પરથી ધીમે ધીમે ભરોસો ઓછો થઈ રહ્યો છે.

ડીસામાં એક પોલીસ કોન્સ્ટેબલ 5,000 રૂપિયાની લાંચ લેતાં રંગેહાથે ઝડપાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોનસ્ટેબલ પ્રેમજી પટેલને એક વ્યક્તિએ સેકન્ડમાં મોબાઈલ ખરીદ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મોબાઈલ ખરીદનારને આ મોબાઈલ ચોરીનો છે અને તું ચોરીના ગુનામાં ફસાઈ જઈશ તેવી ધમકી આપી તેની પાસેથી પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેથી અરજદારે એન્ટી કરપ્શન વીભાગમાં ફરિયાદ કરતા ACBની ટીમે આજે દિપક હોટલ પાસે છટકું ગોઠવ્યું હતું. જ્યાં ફરિયાદી પાસેથી 5,000 રૂપિયાની લાંચ લેતાં પ્રેમજી પટેલ રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ACBની ટીમે લાંચીયા પોલીસ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.