ETV Bharat / state

બનાસકાંઠામાં G.I.D.Cના ઉદ્યોગોમાં ઉત્તરોતર ઘટાડો - LATEST NEWS OF BANASKANTHA

બનાસકાંઠા: જિલ્લાની 4 જીઆઈડીસીઓમાં આવેલા ઉદ્યોગો મંદીના ભરડામાં સપડાયેલા છે. જેના કારણે 50 ટકા જેટલા યુનિટો બંધ થઈ ગયા છે.જે ઉદ્યોગ ચાલી રહ્યા છે, તે પણ મૃતપાય અવસ્થામાં ચાલી રહ્યા હોવાથી ફેક્ટરી માલિકો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની G.I.D.Cના ઉદ્યોગોમાં ઉત્તરોતર ઘટાડો
author img

By

Published : Sep 27, 2019, 12:16 PM IST

રણની કાંધીએ અડીને આવેલા પછાત એવા બનાસકાંઠા જિલ્લાનો પણ વિકાસ થાય, રોજગારી વધે તે માટે સરકાર દ્વારા અહીં પણ 4 GIDCની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ GIDC શરૂ થયા બાદ અહીં સરકાર દ્વારા કોઈ દરકાર લેવામાં ના આવતા અહીંના ઉદ્યોગ બંધ થઈ રહ્યા છે. શહેરમા હાલ પાલનપુર, ડીસા, ચંડીસર અને દિયોદરમાં GIDC આવેલી છે. જેમાં 300 જેટલા પ્લોટ છે, શરૂઆતમાં આ તમામ પ્લોટમાં ઉધોગો ધમધમતા હતા.

બનાસકાંઠા જિલ્લાની G.I.D.Cના ઉદ્યોગોમાં ઉત્તરોતર ઘટાડો

મરચાની ફેક્ટરી,સાબુ, ઓઇલ, સાકરીયા, પાઇપ, દવા, લાટી, ગેસ એજન્સી, ગવાર મિલ સહિત અનેક ફેક્ટરીઓ આ GIDC માં કાર્યરત હતી. પરંતુ છેલ્લા 10 વર્ષમાં વિવિધ સસસ્યાઓના કારણે મોટાભાગના ઉદ્યોગ પડી ભાગ્યા છે, અહીં રોડ-રસ્તા, વરસાદ પાણી નિકાલની વ્યવસ્થા, ગટર, સ્ટ્રીટ લાઈટ, સેફટી સહિત અનેક સમસ્યાઓથી ફેક્ટરી માલિકો પીડાઈ રહ્યા છે. સરકારની GIDC પ્રત્યેની ઉદાસીનતાના કારણે અહીં ઉદ્યોગ વધવાને બદલે ઘટી રહ્યા છે.

પ્રાથમિક સુવિધાઓતો ઠીક, પરંતુ સાથે સાથે ઉદ્યોગોના વિકાસ માટે લોન પણ કોઈ બેન્ક આપવા તૈયાર નથી. અહીં લાખો રૂપિયાનો પ્લોટ હોવા છતાં પણ કોઈ બેન્ક લોન ના આપતી હોવાના કારણે ઉધોગકારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શરુઆતમાં તો તમામ યુનિટો ધમધમતા હતા. પરંતુ લોન ના મળવી, GST અને નોટબંધી બાદ મોટાભાગના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. જેના કારણે અહીં ચાલતા 50 ટકાથી વધુ યુનિટો બંધ થઈ ગયા છે. જ્યારે બાકીના યુનિટો ચાલી રહ્યા છે. તે પણ મૃતપાય અવસ્થામાં છે. આ અંગે સ્થાનિક ઉદ્યોગકારોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે GIDCના કાર્યને વિકસાવવા માટે કોઈ જ પગલા લીધા નથી.

જિલ્લામાં આવેલી ચારેય GIDCના ઉદ્યોગકારો હાલમાં ભયંકર મંદીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેના કારણે અહીં રોજગારી પણ ઘટી ગઈ છે. પહેલા કરતા હાલમાં ૫૦ ટકાથી પણ વધુ ટર્નઓવર ઘટી ગયું છે, જેની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના ધંધા-રોજગાર પડી રહી છે. આ અંગે ડીસા જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ લચ્છુભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે જો સરકાર પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે સેફટી અને સિંગલ વિન્ડો સિસ્ટમથી ઉદ્યોગકારોને સહાય કરશે તો જ GIDCને મંદીના ભરડામાંથી બહાર લાવી શકાશે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.26 09 2019

સ્લગ... બનાસકાંઠા જિલ્લાની જી આઈ ડી સી ના ઉદ્યોગોમાં ઘટાડો...

એન્કર...બનાસકાંઠા જિલ્લાની ચાર જીઆઈડીસીઓમાં આવેલા ઉદ્યોગો પણ મંદીના ભરડામાં સપડાયેલા છે અને તેના કારણે ૫૦ ટકા જેટલા યુનિટો બંધ થઈ ગયા છે અને જે ચાલી રહ્યા છે તે પણ મૃતપાય અવસ્થામાં ચાલી રહ્યા હોવાથી ફેક્ટરી માલિકો સરકાર પાસે સહાય ની અપેક્ષા રાખી રહ્યા છે ......સ્લગ.....ડીસા જી આઈ ડી સી ના ઉદ્યોગોમાં ઘટાડો.. સરકાર પાસે ઉધોગના વિકાસ માટે માંગ..

Body:વિઓ...રણની કાંધી એ અડીને આવેલા પછાત એવા બનાસકાંઠા જિલ્લાનો પણ વિકાસ થાય ,રોજગારી વધે તે માટે સરકાર દ્વારા અહીં પણ 4 જીઆઇડીસી ની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ જીઆઇડીસી શરૂ થયા બાદ અહીં સરકાર દ્વારા કોઈ દરકાર લેવામાં ના આવતા અહીંના ઉદ્યોગ બન્ધ થઈ રહ્યા છે .બનાસકાંઠા માં હાલ પાલનપુર, ડીસા ,ચંડીસર અને દિયોદર માં જી આઈ ડી સી આવેલી છે જેમાં 300 જેટલા પ્લોટ છે શરૂઆત માં આ તમામ પ્લોટ માં ઉધોગો ધમધમતા હતા ,મરચાની ફેક્ટરી,સાબુ, ઓઇલ, સાકરીયા, પાઇપ ,દવા,લાટી, ગેસ એજન્સી,ગવાર મિલ સહિત અનેક ફેક્ટરીઓ આ ગઈ આઈ ડી સી માં કાર્યરત હતી પરંતુ છેલ્લા 10 વર્ષ માં વિવિધ સસસ્યાઓના કારણે મોટાભાગે ના ઉદ્યોગ પડી ભાગ્યા છે, અહીં રોડ, રસ્તા ,વરડી પાણી ન નિકાલ ની વ્યવસ્થા, ગટર, સ્ટ્રીટ લાઈટ, સેફટી સહિત અનેક સમસ્યાઓ થી ફેક્ટરી માલિકો પીડાઈ રહ્યા છે અને સરકાર ની જી આઈ ડી સી પ્રત્યે ની ઉદાસીનતા ના કારણે અહીં ઉદ્યોગ વધવાને બદલે ઘટી રહ્યા છે .......

બાઈટ......શાંતિ જોશી, વેપારી

વી ઓ ........પ્રાથમિક સુવિધાઓતો નથી જ મળતી પરંતુ સાથે સાથે ઉદ્યોગો ના વિકાસ માટે લોન પણ કોઈ બેન્ક આપવા તૈયાર નથી અહીં લાખ્ખો રૂપિયાનો પ્લોટ હોવા છતાં પણ કોઈ બેન્ક લોન ના આપતી હોવાના કારણે ઉધોગકારો ને આર્થિક મુશ્કેલી નો સામનો કરવો પડે છે શરુઆત માં તો તમામ યુનિટો ધમધમતા હતા પરંતુ લોન ના મળવી, જી એસ ટી અને નોટબંધી બાદ મોટાભાગના ઉદ્યોગો આર્થિક મંડી માં સપડાઈ ગયા જેના કારણે અહીં ચાલતા 50 ટકા થી વધુ યુનિટો બન્ધ થઈ ગયા છે જ્યારે બાકીના યુનિટો ચાલી રહ્યા છે તે પણ મૃતપાય અવસ્થામાં છે આ અંગે સ્થાનિક ઉદ્યોગકારોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે જીઆઇડીસીના કુત્તે કાર્યને બેઠા કરવા માટે કોઈ જ પગલા લીધા નથી........

બાઈટ......સંજય મોદી, વેપારી

Conclusion:વી ઓ ...... બનાસકાંઠા જિલ્લામાં આવેલ ચારેય જીઆઇડીસી ના ઉદ્યોગકારો હાલમાં ભયંકર મંદી ના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેના કારણે અહીં રોજગારી પણ ઘટી ગઈ છે અને પહેલા કરતા હાલમાં ૫૦ ટકાથી પણ વધુ ટર્નઓવર પણ ઘટી ગયું છે જેની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના ધંધા-રોજગાર પડી રહી છે આ અંગે ડીસા જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ લચ્છુભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે જો સરકાર પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે સેફટી અને સિંગલ વિન્ડો સિસ્ટમ થી ઉદ્યોગકારોને સહાય કરશે તો જ જીઆઇડીસીને મંદીના ભરડામાંથી બહાર લાવી શકાશે.......

બાઈટ.......લચ્છુભાઈ અગ્રવાલ, પ્રમુખ, જી આઈ ડી સી

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.