- મહિલા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી
- મહિલા સરપંચે પોલિસ સ્ટેશનમાં અરજી કરી
- કચરો ન નાખવાનું કહેવા પર યુવકે આપી ધમકી
બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાના જાહેર રસ્તા ઉપર કચરો કરાતા હોવાને લઈને ઢીમાના મહિલા સરપંચ હર્ષાબેન સેવક દ્વારા કચરો નાખવાની ના પાડતા ઢીમાના યુવક દ્વારા બાઈક માથે નાખી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વાવ પોલીસ મથકે આપી અરજી
વાવ પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી લખી અને જણાવવામાં આવ્યું કે હું ધરણીધર મંદિરનીથી ઘર તરફ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં કચરો હોવાના કારણે મેં તે જગ્યા ઉપર કચરો ના નાખવા માટે સૂચના અપાતા ત્યા સ્થળ ઉપર એક યુવાન ઊભો હતો. એ છોકરાએ મારી ઉપર બાઈક નાખવાની કોશિશ કરી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હું ઘરે જઈ વાવ પોલીસ સ્ટેશનને લેખિતમાં પર અરજી કરી હતી.
અસામાજિક તત્વોનો ત્રાસ
સરહદી વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. ત્યારે ગામમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની જવા પામ્યુછે.