ડીસા: આજે 16 મહિના પહેલા મૂકબધીર બાળાનું અપહરણ (Kidnapping In Deesa) કરી દુષ્કર્મ આચાર્યા બાદ ગળુ કાપીને બર્બરતાપૂર્વક હત્યા કરનારા નીતિન માળીને ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની સજા (Death Penalty In Deesa) ફટકારી છે. બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મના ગુનામાં આ ફાંસીની પ્રથમ સજા (First Death Penalty In Banaskantha) સંભળાવવામાં આવી છે.
સગા મામાની મૂકબધીર બાળા પર દુષ્કર્મ- ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે (Second Additional Sessions Court Deesa)આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં કોર્ટ દ્વારા દોષીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ડીસામાં 16 ઓક્ટોબર 2020ના રોજ નીતિન માળી નામના શખ્સે તેના સગા મામાની મૂકબધીર દીકરી પર મામાના ઘરે જ રસોડામાં બળજબરીપૂર્વક દુષ્કર્મ (Rape Cases In Deesa) આચર્યું હતું. નીતિન માળીએ મૂકબધીર બાળકી દ્વારા તેની કરતૂતો જાહેર ન કરવામાં આવે તેથી તેનું અપહરણ કરીને તેના ઘરેથી ઉઠાવી ગયો હતો.
આ પણ વાંચો: Rajkot Rape Case: કોર્ટે 7 વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફટકારી 20 વર્ષની સજા
દુષ્કર્મ આચર્યા બાદ ગળું કાપીને હત્યા- નીતિન માળી આ બાળકીને ડીસાથી 10 કિલોમીટર દૂર ભાખર ગામ લઈ ગયો હતો. ત્યાં પહોંચી રાત્રીના અંધકારમાં નીતિન માળીએ મૂકબધીરબાળા પર ફરીથી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં આ બાળકીનું ગળું કાપીને બર્બરતાપૂર્વક હત્યા (Murder In Banaskantha) કરી હતી. બાળકીનું ગળું કાપ્યા બાદ એક ગ્લાસમાં બાળકીનું રક્ત પણ લીધું હતું. મૂકબધીર બાળા ગુમ થતાં તેના પરિવારના સભ્યો આખી રાત શોધખોળ ચલાવી રહ્યા હતા. નીતિન માળી આ મૂકબધીર બાળાની હત્યા કર્યા બાદ વહેલી સવારના પોતાના ઘરે પરત પહોંચી ગયો હતો. વહેલી સવારના સમયે આ મૂકબધીર બાળાની લાશ ભાખર નજીકથી મળી આવતા તેના પરિવારજનો ભાખર પહોંચ્યા હતા.
CCTVના આધારે ઝડપાયો હતો- આ ઘટના બન્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પડ્યા હતા. મૂકબધીર બાળા પર આટલી બર્બરતા આચરવા બદલ સ્થાનિક પોલીસ (Crime In Deesa) પર આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા રેલીઓ અને કેંડલ માર્ચ યોજીને દબાણ લાવ્યું હતું. જેને પગલે પોલીસે આ ઘટનામાં તાત્કાલિક તપાસ શરૂ કરી અને મૂકબધીર બાળાની ઘરની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. એક ફૂટેજમાં નીતિન માળી મૂકબધિર બાળાને મોટર સાઇકલ પર બેસાડીને પસાર થતો હોવાનું કેદ (Crime In Banaskantha) થઈ જતાં પોલીસે તાત્કાલિક નીતિન માળીના ઘરે પહોંચીને પૂછપરછ અને તપાસ કરતાં નીતિનના લોહીથી લથબથ કપડાં પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઘટનામાં નીતિન માળીની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: Mahesana Rape Case : રિક્ષામાં સવાર પેસેન્જર સાથે સામુહિક દુષ્કર્મ મામલે કોર્ટે 7 આરોપીઓને ફટકારી સજા
બનાસકાંઠામાં ફાંસીની પ્રથમ ઘટના- નીતિન માળીની અટકાયત થયા બાદ 16 મહિના સુધી ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને તેમાં લગભગ 58 સાક્ષી અને 50 જેટલી તારીખો પડ્યા બાદ આજે 51મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટના જજ બી.જી. દવેએ આરોપી નીતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધીર બાળાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતાપૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે.
પરિવારને ન્યાય મળ્યો- 16 મહિનાથી મૂકબધીર બાળાના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા હતા. આ ઘટનાને અંજામ આપનારા નીતિન માળીને માત્રને માત્ર ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા હતા. આજે આ બાળકીના પરિવારજનો અને આ બાળકી જે શાળામાં અભ્યાસ કરતી હતી તે શાળાના આચાર્યા અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો પણ ડીસા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. આજે ડીસા કોર્ટની બહાર જ નીતિન માળીને ફાંસીની સજા કરવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અંતે કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવતા મૂકબધીર બાળાના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. મૂકબધીર બાળાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવતા તેમણે ન્યાય મળ્યો હોવાનું કહ્યું હતું.
હાઈકોર્ટ દ્વારા ફાંસીની સજા નક્કી કરાશે- બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મના ગુનામાં કોઈને ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે. ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની સજાની સુનાવણી કરી દીધી છે અને આગામી સમયમાં આ ઘટનામાં હાઇકોર્ટ દ્વારા ફાંસીની તારીખ નક્કી કરવામાં આવશે. પરંતુ આજની આ ઘટનાને પગલે ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટે યોગ્ય સજા ફટકારીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.