ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આફત, બાજરીના પાકને નુકસાન - ભાવ પણ ઘટ્યા

ચાલું વર્ષે ઉત્તર ગુજરાત (North Gujarat)માં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં થયું હતું, પરંતુ સતત ભારે પવન અને વરસાદ (Heavy Rain)ના કારણે બાજરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે, જેના કારણે બાજરીનો પાક લઈને ખેડૂતો માર્કેટમાં વેચવા માટે આવ્યા ત્યારે પણ તેઓને બાજરીમાં ભાવ (Pearl Millet prices) ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આફત, બાજરીના પાકને નુકસાન

author img

By

Published : Oct 25, 2021, 10:50 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરીનું વાવેતર
  • વરસાદના કારણે બાજરીના પાકમાં મોટું નુકસાન
  • માર્કેટયાર્ડમાં પણ બાજરીના ભાવમાં ઘટાડો

બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લોને આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો (Agriculture Based District) માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરત જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર રૂઠી હોય તેમ એક બાદ એક ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બાજરી (Pearl Millet)નું સૌથી વધુ વાવેતર થરાદ તાલુકામાં થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ચાલું વર્ષે 1 લાખ 66 હજાર 082 હેકટર જમીનમાં વાવેતર થયું હતું.

બાજરીનું 36 હજાર 959 હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર

થરાદ તાલુકામાં જિલ્લાનું સૌથી વધુ બાજરીનું 36 હજાર 959 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે ડીસા તાલુકામાં 27 હજાર 135 હેકટર જમીનમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન કરે છે, જેમાં આ વર્ષ જિલ્લામાં સારા પ્રમાણમાં ખેતી કરવામાં આવી છે, ત્યારે અંદાજે 2 લાખ 92 હજાર 543 હેક્ટર ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

કુદરતી આફતના કારણે ખેડૂતોના પાકને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે, જે અંદાજે 1 લાખ 66 હજાર 082 હેક્ટર જમીનમાં વાવણી કરવામાં આવી છે. ડીસા તાલુકામાં પણ આ વર્ષે ખેડૂતોએ સારા ભાવની આશાએ પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કુદરતી આપત્તિના કારણે ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે તે પ્રમાણે ફરી એકવાર ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વિદેશમાં જતી બાજરીની માંગ ઘટી

બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બાજરીનો પાક તૈયાર થવાના આરે હતો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડતા બાજરીનો તમામ પાક વરસાદના પાણીના કારણે બગડી ગયો હતો અને જેના કારણે બનાસકાંઠા જીલ્લાની બાજરી જ્યારે બજારમાં વેચવા માટે આવી ત્યારે તેના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ડીસા તાલુકામાં પણ ચાલું વર્ષે મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે બાજરીની દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ માંગ રહેતી હતી તે જ બાજરીનો ભાવ ડીસામાં ખેડૂતોને હાલ રાતા પાણીએ રડાવી રહ્યો છે.

બાજરી કાળી પડી જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન

ઉલ્લેખનીય છે કે માર્કેટમાં પણ આ વર્ષે બાજરીની ઓછી આવક જોવા મળી રહેશે, જેના કારણે સતત ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ બાજરીના ભાવોમાં ગત વર્ષ કરતા ઓછા ભાવ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે ખેડૂતોને આ સમયે 300 રૂપિયા બાજરીના પાકમાં ભાવ મળતો હતો, તે આ વર્ષે ઘટીને 200થી પણ ઓછો થઈ જતા ખેડુતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસા માર્કેટયાર્ડમાં પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ શરૂઆતમાં જ ઓછા પ્રમાણમાં બાજરીની આવક નોંધાઇ રહી હતી. માર્કેટમાં વેપારીઓ પણ સવારથી જ હરાજીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બાજરીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

આ પણ વાંચો: ડીસામાં વર્ષોથી વેપાર કરતા વેપારીઓની દુકાન તોડાતા ભાડૂઆતોએ કોર્ટમાં ફરિયાદ કરી, પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ

આ પણ વાંચો: ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવ કરતા સારા ભાવ મળતા મગફળીના ખેડૂતોમાં ખુશી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.