ETV Bharat / state

Cyclone Biporjoy Impact: દાંતીવાડા-સિપુ ડેમમાં નવા નીરની આવક, ખેડૂતોને રાહત - undefined

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં નવા નીરની થઈ આવક થઈ છે. ત્રણેય ડેમોમાં પાણીની આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

Cyclone Biporjoy Impact: દાંતીવાડા-શિપુ ડેમમાં નવા નીરની આવક, ખેડૂતોને રાહત

author img

By

Published : Jun 19, 2023, 7:34 AM IST

Updated : Jun 19, 2023, 10:14 AM IST

Cyclone Biporjoy Impact: દાંતીવાડા-શિપુ ડેમમાં નવા નીરની આવક, ખેડૂતોને રાહત

બનાસકાંઠા/ દાંતીવાડાઃ બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી-તળાવ તથા ડેમમાં વરસાદથી નવા નીરની આવક થઈ છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી. એ અનુસાર વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક નદીનાળા છલકાયા છે. જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. 14000 ક્યુસેક પાણીની આવક ચાલું થઈ છે. જેથી 15 ફૂટ પાણી વધ્યું છે. પાણીની આવક થતા ડેમની સપાટી 580 ફૂટ થઇ છે.

પાણીની સપાટી વધીઃ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની સપાટી 604 ફૂટ છે. દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક શરૂ થતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સિપુ ડેમમાં નવા નીરની આવક થઇ છે. સિપુ ડેમ આમ તો ગત વર્ષે નહિવત પાણીના કારણે કોરો હતો. ડેમમાં માત્ર 11% જ પાણી હતું. ભારે વરસાદના કારણે સિપુ ડેમમાં નવા નીરની આવક થઈ છે.

1700 ક્યુસેકની આવકઃ નવા પાણીની આવક ની વાત કરવામાં આવે તો ડેમમાં 1700 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેમાં હાલમાં 14 ફૂટ જેટલી પાણી સપાટી વધી છે. ગત વર્ષે સીપુ ડેમમાં 564 ફૂટ સપાટી હતી ત્યારે આ વખતે પાણી આવક શરૂ થતા ડેમની સપાટી 582 ફૂટ પહોંચી છે ત્યારે ડેમ પર નિર્ભય કેટલાક ગામોને ફાયદો થશે જેથી લોકોમાં ખુશી જોવા મળી રહે છે. આ વખતે પાણીની સારી આવક શરૂ થઈ છે. જેથી ખેડૂતોને આશા બંધાણી છે કે તેઓ પાણી ભરાવાના કારણે સારી રીતે ખેતી કરી શકશે.

બનાસકાંઠામાં નુકસાનઃ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી મોટું નુકસાન થયું છે. 160 કાચા-પક્કા મકાનો અને 1100 વીજથાંભલાને નુકસાન થયું છે.વૃક્ષો અને દિવાલ પડી જવાને કારણે 181 પશુ મોતને ભેટ્યા છે. જ્યારે 6897 લોકોને સલામત સ્થળે લઈ જવાયા છે. વીજપોલ પડી જવાને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો.

  1. Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાથી માઉન્ટ આબુ સૌથી વધુ પ્રભાવિત, વહીવટીતંત્રના દાવા નિષ્ફળ, 3 દિવસથી વીજ પુરવઠો બંધ
  2. Adipursh: દર્શકોએ ફિલ્મ 'આદિપુરુષ' પર પ્રતિક્રિયા આપી, કેટલાકે કહ્યું સારી છે તો કેટલાકે કહ્યું મજાક

Last Updated : Jun 19, 2023, 10:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.