ETV Bharat / state

પાલનપુરના ગઢ પોલીસ મથકે મહિલા શિક્ષિકાએ નોંધાવી સાયબર ક્રાઈમની ફરિયાદ - બનાસકાંઠા ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર તાલુકાના સુંઢા ગામે એક શિક્ષિકા સાયબર ક્રાઇમની ઘટનાનો શિકાર બની હતી. રાષ્ટ્રીયકૃત બેન્કના નામે ફોન કરી OTP નંબર માંગી ઠગબાજે શિક્ષિકાના ખાતામાંથી 41 હજાર રુપિયા ઉપાડી લેતાં ચકચાર મચી હતી. ગઢ પોલીસે સાયબર ક્રાઇમથી છેતરપિંડી થઈ હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Banaskantha
Banaskantha
author img

By

Published : Mar 12, 2021, 9:57 AM IST

Updated : Mar 12, 2021, 12:31 PM IST

  • સુંઢા પ્રાથમિક શાળાની શિક્ષિકા સાથે છેતરપિંડી થઈ
  • ICICI બેન્કના મેનેજરના નામે ખોટો ફોન કરી છેતરપિંડી આચરાઈ
  • ATM કાર્ડ ચાલુ કરવાનું કહી OTP નંબર મેળવી શિક્ષિકાના ખાતામાંથી 41 હજાર ઉપાડી લીધા
  • શિક્ષિકાએ સાત વાર OTP આપતા થોડા થોડા પૈસા ઉપડી ગયા

બનાસકાંઠા: જિલ્લામાં ક્રાઈમરેટ ચિંતાજનક હદે વધી રહ્યો છે કે ચોરી, હત્યા, લૂંટ, દુષ્કર્મ, છેતરપિંડી સહિત હવે સાયબર ક્રાઇમની ફરિયાદો પણ વધવા માંડી છે. ત્યારે આવો જ એક સાયબર ક્રાઈમનો બનાવ પાલનપુર તાલુકાના સુંઢા ગામેથી સામે આવ્યો હતો. સુંઢા ગામની શિક્ષિકાને ICICI બેન્કના મેનેજર નામે ઓળખ આપી ઠગબાજે ફોન કરી OTP નંબર માંગ્યો હતો, અને ATM કાર્ડ ચાલુ કરી આપવાની લાલચ આપી શિક્ષિકા પાસેથી સાત વખત OTP નંબર લઈ ઠગ ભેજાબાજે શિક્ષિકાના એકાઉન્ટમાંથી રુપિયા 41 હજાર રુપિયા ઉપાડી ઠગાઈ આચરી હતી.

પાલનપુરના ગઢ પોલીસ મથકે મહિલા શિક્ષિકાએ નોંધાવી સાયબર ક્રાઈમની ફરિયાદ

આ પણ વાંચો: પોરબંદરના તબીબ પાસે મોબાઈલ પર થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી

ગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ મુદ્દે બાદમાં મહિલા શિક્ષિકાને ખબર પડતાં તેણે ગઢ પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાયબર ક્રાઇમ દ્વારા છેતરપિંડી આચરાઈ હોવાની ફરિયાદ નોંધી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: સાયબર ક્રાઈમ: પોરબંદરમાં યુવાનને ફાસ્ટેગમાં વધુ બેલેન્સ કરાવી આપવાની લાલચે 90 હજારની ઠગાઈ

Last Updated : Mar 12, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.