બનાસકાંઠા રાજ્ય સરકાર દ્વારા બજેટમાં 500 કરોડની ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય આપવાની જાહેરાત ( 500 crore allocation for cowsheds in budget ) કર્યા બાદ સહાય ના આપતા આખરે કંટાળેલા ડીસાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ વધુ ઉગ્ર આંદોલન કર્યું હતું. બજેટમાં ગૌશાળા માટે 500 કરોડની ફાળવણીની સહાય છૂટી ( Demand to release 500 crore for cowsheds ) કરવાને લઇને આ વિરોધ કાર્યક્રમ ( Cowshed managers blocked Deesa Radhanpur Highway ) આપવામાં આવ્યો હતો.
ગૌશાળા નિભાવ માટે 500 કરોડ છૂટા કરવા માગ સરકાર દ્વારા બજેટમાં જાહેર કરેલી ગૌશાળા નિભાવ માટે 500 કરોડ રૂપિયાની સહાય ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા સહાય ન આપતા આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાની 170 ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધન છોડી દેવામાં આવ્યું હતું. પશુધન છોડતાની સાથે જ તમામ પશુઓ ક્યાંક રોડ ઉપર તો ક્યાંક સરકારી કચેરીઓમાં પ્રવેશ કર્યો હતો. આ સમગ્ર આંદોલન દરમિયાન પોલીસ દ્વારા પણ અનેક સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આંદોલન હજુ પણ ઉગ્ર બની રહ્યું છે.
ગૌશાળા સંચાલકોએ ડીસા રાધનપુર હાઈવે બ્લોક કર્યો આજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર રાજારામ ગૌશાળા (Rajaram Gaushala) નું તમામ પશુધન આવી જતા ચક્કાજામ સર્જાયો હતો. 1,000 થી પણ વધુ પશુઓ ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર આવી જતા ( Cowshed managers blocked Deesa Radhanpur Highway ) ચારેબાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. પરંતુ કલાકો સુધી રાધનપુર ડીસા નેશનલ હાઇવે પર માલગઢ ગામ નજીક પશુધન ન હટાવતા વાહનચાલકો પરેશાન થયા હતાં. જે બાદ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પશુધનને હટાવવા માટેના પ્રયાસો કર્યા હતાં.