- સરકાર ગામ કોરોના મુક્ત બને ને લોકો સલામત રહે તેવાં પ્રયાસ કરી રહી છે.
- લોકઉપયોગી અભિયાનમાં સામાજીક સંસ્થાઓ પણ જોડાઇ
- ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કોરોનાનું પ્રમાણ ન વધે તે માટે કોરોના ટેસ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ
- માનસરોવર અને ભાટવાસ વિસ્તારમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા
અંબાજી: લોકઉપયોગી અભિયાનમાં સામાજીક સંસ્થાઓ પણ જોડાઇ રહી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ દ્વારા કોરોનાનું પ્રમાણ ન વધે તે માટે RT-PCR ટેસ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી છે. યાત્રાધામ અંબાજીના ફળીયા કોરોના મુક્ત બને તે માટે આરોગ્ય વિભાગની સાથે મળીને કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યુ છે.
આ પણ વાંચો: અંબાજીમાં ડોર ટૂ ડોર કોરોના ટેસ્ટિંગ માટે અભિયાન શરૂ કરાયું
42 જેટલાં સ્ત્રી-પુરુષોના ટેસ્ટીંગની કામગીરી કરાઇ
અંબાજીના માનસરોવર અને ભાટવાસ વિસ્તારમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 42 જેટલાં સ્ત્રી-પુરુષોના ટેસ્ટીંગની કામગીરી કરાઇ હતી. જે લોકો ટેસ્ટ કરાવવાનાં નામથી ડરતા હતા તેવા લોકોના પણ ટેસ્ટીંગની કામગીરી કરાઇ હતી ને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટેનાં પ્રયાસો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને આરોગ્ય ખાતાનાં સંયુક્ત પણે હાથ ધરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો