બનાસકાંઠા ડીસા તાલુકામાં આવતા દિયોદર (Deodar falling in Disa taluka) વિધાનસભા મતવિસ્તારમાં(Banaskantha Assembly Seat) નાની ઘરનાળ ગામે કોરોના પોઝિટિવ પેશન્ટ બાબુભાઇ દેસાઇએ (Corona positive patient voted) PPE કીટ પહેરી કોવિડ પ્રોટોકોલ સાથે મતદાન કર્યુ હતું. સાથે જ આરોગ્ય કર્મીઓએ પણ PPE કીટ પહેરી નાગરિકોને સુરક્ષાની પ્રતીતિ કરાવી હતી.
મતાધિકારનો ઉપયોગ દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં(Gujarat Assembly Election 2022 ) આવતા ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામે કોરોના પોઝિટિવ પેશન્ટ બાબુભાઇ મલાભાઇ દેસાઇએ PPE કીટ પહેરી સાજે 4:30 કલાકે મતદાન કર્યુ હતું. ગઇ તારીખ 8 નવેમ્બરના રોજ બાબુભાઈને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા તેમણે RTPCR રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ તારીખ 2 ડિસેમ્બરના રોજ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેશનમાં વરનોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિગરાનીમાં સારવાર લઇ રહ્યા હતા.
આરોગ્ય સુરક્ષા તેઓ કોરોના પોઝિટિવ હોવાથી અન્ય મતદારોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં લઇ આજે મતદાનના દિવસે અંતિમ કલાકોમાં તેમણે PPE કીટ પહેરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકોના આરોગ્યની જાળવણી માટે કોરોના પેશન્ટની સાથે આરોગ્ય કર્મચારીએ પણ PPE કીટ પહેરીને નાગરિકોને સુરક્ષાની પ્રતિતિ કરાવી હતી.