ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના કહેર, દર્દીઓને શાળામાં સારવાર આપવાની પડી ફરજ - Corona news in Banaskantha

કોરોના મહામારી દિવસેને દિવસે તેનો સકંજો વધારે કસી રહી છે. શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોની હાલત પણ દિવસેને દિવસે કફોડી બની રહી છે. બનાસકાંઠાના એક એક ગામમાં પણ રોજના 100- 100થી પણ વધુ કેસ સામે આવતા હવે નાછૂટકે દર્દીઓએ જ્યાંને ત્યાં સારવાર લેવાની ફરજ પડી છે. જિલ્લાના ગામડાઓમાં દર્દીઓ ક્યાંક ઝાડ નીચે તો ક્યાંક શાળામાં, થાંભલે જ્યાં જગ્યા મળે ત્યાં ઓક્સિજન અને દવાના બાટલા લગાવીને સારવાર લઇ રહ્યા છે.

Corona news in Banaskantha
Corona news in Banaskantha
author img

By

Published : May 6, 2021, 9:03 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના કેસમાં વધારો
  • ડીસા તાલુકાના આસેડા ગામે કોરોના કેસ વધતા શાળામાં હોસ્પિટલ શરૂ કરાઈ
  • ગ્રામીણ વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો

બનાસકાંઠા: જિલ્લામાં જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધુ છે. તે પ્રમાણે હાલમાં દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા એક બાદ એક શહેરી વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સામે આવતા હતા, પરંતુ જે બાદ ગ્રામીણ વિસ્તારના લોકો શહેરી વિસ્તારમાં ખરીદી કરવા માટે ઉમટી પડતા હાલમાં ગ્રામીણ વિસ્તારમાં પણ લોકોનું સંક્રમણ વધ્યું છે અને દિવસેને દિવસે કોરોના વાઈરસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને હાલ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે, ત્યાં તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસને લઈને હાલ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના કહેર

ડીસા તાલુકાના આસેડા ગામે કોરોનાના કેસ વધતા શાળામાં હોસ્પિટલ શરૂ કરાઈ

આમ તો સરકાર કોરોના મહામારીમાં પૂરતી સુવિધા અને સારવાર આપતી હોવાની વારંવાર વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના આ દ્રશ્યો સરકારના આ તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે. જી હા, આ દ્રશ્યો છે બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામના. આ ગામની જનસંખ્યા અંદાજીત 10 હજાર જેટલી છે, પરંતુ ગામમાં હવે એવું કોઈ ઘર બાકી નહીં હોય કે જેના ઘરે કોરોના એ પગપેસારો ન કર્યો હોય અત્યારે શહેરોમાં તમામ હોસ્પિટલો હાઉસફૂલ છે. દર્દીઓ માટે ખાટલા નથી, ઓક્સિજન નથી અને ઇન્જેક્શન પણ પૂરતા મળતા નથી. જેના કારણે ગ્રામીણ વિસ્તારના દર્દીઓને સારવાર લેવા માટે ક્યાં જવું તે પણ એક મોટી સમસ્યા છે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં રોજેરોજ વધતા કોરોના દર્દીઓ માટે ગ્રામજનો જાતે જ સારવારની વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે.

બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના કહેર

જ્યાં મળે ત્યાં ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

ડીસા તાલુકાના આસેડા ગામમાં સરપંચ સહિતની યુવા ટીમે સાથે મળી શાળાની અંદર જ સારવાર માટેની સુવિધા ઊભી કરી છે. અત્યારે આ ગામમાં તેમજ આજુબાજુના 15થી 20 જેટલા ગામના લોકો સારવાર કરવામાં માટે આવે છે અને કોરોના દર્દીઓની સંખ્યા એટલી બધી વધી રહી છે કે, આ શાળાના એક એક રૂમમાં સાત- આઠ ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ શાળાના રૂમમાં અને રૂમની બહાર લોબીમાં, મેદાનમાં, જ્યાં મળે ત્યાં ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચો : ડાંગ જિલ્લા કોરોના અપડેટ: નવા 8 કેસ નોંધાયા, 7 દર્દીઓ સાજા થયા

આસેડા ગામે ડૉક્ટરો પરિવાર સાથે સારવાર આપી રહ્યાં છે

જે પ્રમાણે હાલમાં દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને સારવાર આપવા માટે હાલ બનાસકાંઠા જિલ્લાના અનેક ડૉક્ટરો પોતાના પરિવારથી દૂર રહી કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ડીસામાં પણ છેલ્લા ઘણા સમયથી વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે તમામ હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે, ત્યારે આ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આજે પણ મોટાભાગના ડૉક્ટરો ત્રણ મહિનાથી પોતાના પરિવારને મળવા માટે ગયા નથી. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આજે પણ તેઓ હોસ્પિટલો પર ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે પણ ડૉક્ટર નિકુલ પટેલ પોતાના પરિવાર સાથે ગામમાં આવેલી શાળામાં કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી નિકુલ પટેલ અને તેમની પત્ની આસેડા પ્રાથમિક શાળામાં ગામના અને અન્ય ગામના આપતા કોરોના દર્દીઓને બાર કલાક સુધી સારવાર આપી રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે પણ એવા અનેક સેવાભાવી ડૉક્ટરો છે કે, જેઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોઈ હોસ્પિટલોમાં સારવાર આપી રહ્યા છે.

આ પણ વાંચો : નવસારીમાં આજે ગુરૂવારે કોરોના વાઇરસના નવા 135 પોઝિટિવ કેસ નોંધાયા

ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પણ કોરોના કહેર

આવી સ્થિતિ માત્ર આ એક ગામની જ નથી, પરંતુ જૂના ડીસા ગામની પણ આવી જ સ્થિતિ છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામ પણ 22 હજારની વસ્તી ધરાવતું ગામ છે અને અહીં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. દર્દીઓને ક્યાંય જગ્યા ન મળતાં આખરે સ્થાનિક ગ્રામજનોએ અને સ્થાનિક સેવા આપનારા ડૉક્ટરોએ રોડની બાજુમાં જાહેરમાં તંબુ બાંધી દર્દીઓની સેવા કરવાનું શરૂ કર્યું છે. અહીં પણ જોઇ શકાય છે કે, ક્યાંય જગ્યા નથી લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે. ઝાડના થડ સાથે ઓક્સિઝનનો બાટલો બાંધી લોકોને અહીં સારવાર આપવામાં આવી રહી છે. 44 ડીગ્રી ગરમીના તાપમાન તંબુ નીચે અંદાજિત 60થી 70 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.