- પાનેસડા માઇનોર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું
- ૩ એકર જમીનમાં તૈયાર જીરાનો પાક પાણીમાં ગરકાવ
- ખેતરમાં થયેલા ધોવાણનું વળતર આપવા ખેડૂતની માંગ
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બાલુંત્રી ડિસ્ટ્રીબ્યુટરમાંથી પસાર થતી પાનેસડા માયનોર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વેડફાડ થયો છે. લાખો લિટર પાણીનો વેડફાટ થતાં ખેતરો બેટમાં ફેરવાયા ખેડૂતો કોન્ટ્રાક્ટ ઉપર આક્ષેપો કરી રહ્યા છે
૩ એકર જમીનમાં તૈયાર કરેલા જીરાનો પાક પાણીમાં ગરકાવ
બનાસકાંઠાના વાવ તાલુકાના ગામની સીમમાં પસારથતી કેનાલમાં ગાબડું પડતાં ત્રણ એકર જીરાનો પાક પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હલકી ગુણવત્તાનું મટીરીયલને કારણે પડી રહ્યા છે ગાબડા
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં શિયાળુ સિઝન ચાલુ થતાંજ કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જોકે ખેડૂતો જણાવી રહ્યા છે કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી કેનાલો બનાવવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. થોડું પાણી છોડતાની સાથે જ કેનાલોમાં ગાબડાં પડી ગયા છે. ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ઉપર આક્ષેપો કરી રહ્યા છે.
ખેતરમાં ધોવાણનું વળતર આપવા ખેડૂતની માગ
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં નર્મદા વિભાગ દ્વારા સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલ બનાવવામાં આવી છે. જોકે શિયાળુ સિઝન ચાલુ થતાની સાથે કેનાલોમાં મોટાપાયે ગાબડા પડી રહ્યા છે. જોકે ગામડા પડતાની સાથે ખેડૂતોએ તૈયાર કરેલા ખેતરોમાં પાણી ફરી વળતા જમીન ધોવાઈ જાય છે અને ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમે મોંઘા ભાવના બિયારણો અને ખેડ કરતા અમારે હજારો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. અમારી વિનંતી છે કે જમીન ધોવાણનું વળતર આપો એવી અમારી માગ છે.