બનાસકાંઠાઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ આ નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યસભાના અમારા બંને ઉમેદવાર જીતશે તેવો અમને વિશ્વાસ છે. ભાજપની નીતિના કારણે અમારે અમારા ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવા પડ્યા છે. તમામ ધારાસભ્યો એકજુટ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ 5 કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામું આપ્યું હતું. લોકડાઉનના કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ નવી ચૂૂંટણીની તારીખ જાહેર થયા બાદ અન્ય 3 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. કુલ 8 કોંગી ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જે કારણે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે.
વાઈલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના MLA