- કોંગ્રેસના નેતાઓએ ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
- દર્દીઓની સ્થિતિ અને સરકારના આયોજનનું કર્યું નિરીક્ષણ
- હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરવામાં સરકાર નિષ્ફળઃ કોંગ્રેસ
બનાસકાંઠાઃ ડીસાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. તે દરમિયાન કોંગ્રેસના નેતા સિવિલ હોસ્પિટલની મુલાકાત માટે આવ્યા હતા. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત સર્જાઈ રહી છે.
આ પણ વાંચોઃ સુરત ગ્રામીણ વિસ્તારમાં ઇન્જેક્શન અને વેક્સિનની અછત મામલે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન
હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં નથીઃ મોઢવાડિયા
બનાસકાંઠા સહિત રાજ્યમાં અત્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોનો ડીસાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કોરોનાના દર્દીઓની સ્થિતિ જાણી હતી. તે દરમિયાન કોરોનાના દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીએ માઝા મૂકી હોવા છતાં પણ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર કે પછી ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં નથી, જેના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. તો મોટા ભાગની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ પણ નથી તેવામાં દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી. એક તરફ સરકાર તમામ જગ્યાએ પૂરતી સુવિધા હોવાની વાતો કરી રહી છે.
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનામાં પ્રજાને પડતી હાલાકી પર કોંગ્રેસનો સરકાર સામે વિરોધ
મુખ્યપ્રધાન ખોટું બોલે છે કે ઓક્સિજનની અછતથી એક પણ દર્દીનું મોત નથી થયુંઃ ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓક્સિજનની અછત થાય છે, જેના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. એક તરફ ઓક્સિજનની આવકના કારણે દર્દીના મોત નીચી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવી રહ્યા છે કે ગુજરાતમાં એક પણ દર્દીનું ઓક્સિજનની અછતના કારણે મોત નથી નીપજ્યું ત્યારે મુખ્યમંત્રીને ઓક્સિજનના અભાવે દર્દીઓ મરતા હોવાના પૂરાવા જોઈતા હોય તો પણ કોંગ્રેસના નેતાઓ આપવા માટે તૈયાર હોવાનું જણાવી સરકારની કામગીરી સામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સવાલો ઉઠાવ્યા હતા.