ભાજપે જાહેર કરેલી યાદીમાં થરાદ બેઠક પર જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પર અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પર જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પર જીજ્ઞેશભાઇ સેવકને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ રવિવાર રાત્રે 4 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પર પટેલ જશુભાઇ શિવાભાઇ, અમરાઇવાડી બેઠક પર ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ તથા લુણાવાડા બેઠક પર ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહના નામની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલનો વિજય થતા બેઠક ખાલી પડી હતી. થરાદ બેઠક પર ભાજપે જીવાભાઈ પટેલ અને કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
મહત્વનું છે કે, ભાજપે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાને ટિકિટ આપી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
કોણ કોની સામે
બેઠક | ભાજપ | કોંગ્રેસ |
થરાદ | જીવરાજભાઇ પટેલ | ગુલાબસિંહ રાજપુત |
બાયડ | ધવલસિંહ ઝાલા | પટેલ જશુભાઇ શિવાભાઇ |
અમરાઇવાડી | જગદીશભાઇ પટેલ | ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ |
લુણાવાડા | જીજ્ઞેશભાઇ સેવક | ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહ |
રાધનપુર | અલ્પેશ ઠાકોર | ઉમેદવારનું નામ જાહેર નથી કરાયું |
ખેરાલુ | અજમલભાઇ ઠાકોર | ઉમેદવારનું નામ જાહેર નથી કરાયું |