ETV Bharat / state

violating of corona guidelines -લોક ગાયિકા સહિત 3 લોકો સામે ફરિયાદ, સાંસદ સામે કોઇ કાર્યવાહી નહીં - સેવા એજ સંકલ્પ કાર્યક્રમ

બનાસકાંઠામાં આજે લોક નેતા અને લોક ગાયિકાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થતા યોજાયેલા કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ ( violating of corona guidelines ) કર્યો હતો. જ્યારે જાણીતી ગાયિકા દિવ્યા ચૌધરીએ પણ લગ્ન પ્રસંગમાં માસ્ક વગર કોરોના ગાઇડલાઇનનો ભંગ ( violating of corona guidelines ) કર્યો હતો જોકે પોલીસે માત્ર દિવ્યા ચૌધરી સામે જ ફરિયાદ દાખલ કરી હતી.

Divya Chaudhary
Divya Chaudhary
author img

By

Published : May 31, 2021, 7:52 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં લોકો કોરોના સંક્રમણને ભૂલ્યા
  • બનાસકાંઠાના થરા ગામે લગ્ન પસંગે દિવ્યા ચૌધરીની હાજરી
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગરના ફોટા થયા વાયરલ
  • થરા પોલીસે દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે નોંધી ફરિયાદ

બનાસકાંઠા : ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીએ એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, અનેક લોકો મોતને ભેટ્યા હતા. સતત વધતા જતા કોરોના વાઇરસના કારણે બનાસકાંઠા જિલ્લામાં લોકોને સમયસર સારવાર પણ ન મળી હતી. સરકાર દ્વારા કોરોના ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હોવા છતાં પણ લોકોએ કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત લોકોની ભીડ થતા સંક્રમણ વધ્યું હતું અને જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

સરકારની ગાઇડલાઇનનો ભંગ કરતા લોક ગાયિકા દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે ફરિયાદ

દૈનિક ધોરણે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા, જેના કારણે કોરોના વાઇરસની પરિસ્થિતિ બેકાબૂ બની હતી. લોકોની ભૂલના કારણે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ગત ત્રણ મહિનામાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોએ ભારે હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હજૂ તો માંડ માંડ કોરોના વાઇરસના કેસ ઓછા થયા છે, ત્યારે ફરી એકવાર લોકો કોરોના વાઇરસની મહામારીને આમંત્રણ આપતા હોય તેમ કોરોના ગાઇડલાઇનનો ભંગ ( violating of corona guidelines ) કરતા નજરે પડી રહ્યા છે.

violating of corona guidelines

સાંસદ પરબત પટેલે કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો

બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે સોમવારના રોજ કોરોના મહામારી વચ્ચે પણ કોરોના ગાઇડલાઇનનો ભંગ ( violating of corona guidelines ) કર્યો હતો. કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે થરાદના માંગરોળ ખાતે સેવા એજ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમને ટોળા વચ્ચે બેઠેલા નજરે પડી રહ્યા છે. ટોળા સાથે આ કાર્યક્રમના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, તો બીજી તરફ જાણીતી ગાયિકા દિવ્યા ચૌધરીએ પણ એક લગ્ન પ્રસંગમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ ( violating of corona guidelines ) કરતી નજરે પડી હતી. જેમાં તે માસ્ક વગર ટોળામાં ફોટા પડાવતી દેખાય છે, વળી આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા વિવાદ સર્જાયો હતો.

violating of corona guidelines
બનાસકાંઠાના થરા ગામે લગ્ન પસંગે દિવ્યા ચૌધરીની હાજરી

પોલીસે દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી

આ મામલે થરાદ પોલીસે ગાયિકા દિવ્યા ચૌધરી, વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકર ચૌધરી અને કેટરિંગના સંચાલક પરેશ ચૌધરી સહિત ત્રણ લોકો સામે IPC 188 અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં સોમવારના રોજ એક સાથે સાંસદ અને ગાયિકા બન્નેએ કોરોના ગાઇડલાઇનનો ભંગ ( violating of corona guidelines ) કર્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસે માત્ર લોક ગાયિકા સામે ફરિયાદ દાખલ કરી છે, જ્યારે સાંસદ સામે ફરિયાદ દાખલ ન કરતા લોકોમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.